નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પાસેથી મળેલા આર્થિક પેકેજ અને પ્રવાસી શ્રમિકોની મુશ્કેલીઓને લઇને રાજઘાટ પર પૂર્વક કેન્દ્રીય નાણા પ્રધાન યશવંત સિન્હા ધરણા પર બેઠા છે.
વધુમાં જણાવીએ તો કેન્દ્ર સરકારે દેશની અર્થવ્યવસ્થાને સંભાળવા માટે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જે બાદ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તેના આર્થિક પેકેજનું પુરું વિવરણ આપ્યું હતું.
આ તરફ સમગ્ર દેશમાં પ્રવાસી મજૂરો એક રાજ્યથી બીજા રાજ્ય પગપાળા જઇ રહ્યા છે, જેના પર કોઇ ધ્યાન આપી રહ્યું નથી.