નવી દિલ્હી: યમુના નદીમાં ફરી એકવાર પ્રદુષણ વધી રહ્યું છે. લોકડાઉન દરમિયાન સ્વચ્છ જોવા મળતી યમુના અનલોકમાં ઔદ્યોગિક એકમ શરુ થતા રસાયણ અને કેમિકલ યમુનામાં છોડવાથી યમુના નદી ફરી એકવાર પ્રદૂષિત થઈ છે.
ઓખલા બૈૈરાજ વિસ્તારમાં યમુના નદીમાં ફરી એકવાર એમોનિયનુંં સ્તર વધી ગયું છે. લોકડાઉન દરમિયાન સ્વચ્છ જોવા માળતી યમુના નદીનું પાણી પ્રદૂષિત જોવા મળી રહ્યું છે. દેશભરમાં અનલોક દરમિયાન ઔદ્યોગિક એકમ શરુ થયા બાદ રસાયણ અને કેમિકલ યમુનામાં છોડવાથી યમુના પ્રદૂષિત થઈ છે.
યમુના નદીની સફાઈ અને જાળવણી કરવાની જવાબદારી દિલ્હી જળ વિભાગની છે. જો આ જ સ્થિતિ યથાવત રહેશે તો આગામી સમયમાં દિલ્હી-એનસીઆરના કેટલાક વિભાગોમાં પાણીની સમસ્યા થઈ શકે છે.
યમુના નદીમાં પ્રદુષણનું સ્તર વધતું જઈ રહ્યું છે. દિલ્હી જળ વિભાગના ઉપપ્રમુખ રાઘવ ચડ્ઢાએ જાણકારી આપતા કહ્યું હતું કે, પશ્ચિમ દિલ્હી, ઉત્તર દિલ્હી, સેન્ટ્રલ દિલ્હી અને સાઉથ દિલ્હીમાં પાણીની તંગી શરૂ થઈ ગઈ છે.