અંધેરી, મલાડ, મહીમ અને દાદર સ્ટેશનો પર રેલવે લાઇન ક્રોસ કરનારા લોકો માટે જન જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. મળતી માહીતી મુજબ રેવલે પર યમરાજના વેશમાં એક વ્યક્તિને મુકવામાં આવ્યો છે જે રેલ્વે લાઇન ક્રોસ કરનારા મુસાફરોને રોકીને તેમને દંડ આપે છે.
રેલ્વે લાઇન ક્રોસ ન કરવા માટે સ્ટેશનો પર અવાર નવાર જાહેરાત કરવામાં આવે છે, પરંતુ મુસાફરો તેને ધ્યાનમાં લેતા નથી અને ગંભીર દુર્ધટના સર્જાય છે અને રેલવે લાઇન ક્રોસ કરવામાં પોતાનો જીવ ગુમાવે છે.
પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી નીતિન ડેવિડે જણાવ્યું હતું કે, સમયે સમયે ચેતવણી આપવામાં આવે છે કે રેલ્વે લાઇનને પાર ન કરવી, પરંતુ મુસાફરો તેની અવગણના કરે છે. તેથી, જેનાથી બધાને ડર છે તેવા યમરાજને રેલવે દ્વારા સ્ટેશન પર રાખવામાં આવ્યા છે. હકીકતમાં, નાગરિક આ ધ્યાનમાં રાખીને રેલ્વે લાઇનને પાર ન કરે, તેથી આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. યમરાજ જુદા જુદા સ્ટેશનો પર ફરતા જોવા મળ્યા હતો.