સૌર ચુલાનો ઉપયોગ કરતું આ છે બાંચા ગામ..
આ છે વિશ્વનું પ્રથમ ગામ બાંચા જ્યાં સૌર દ્વારા ચાલતા ચુલા પર રસોઈ બને છે. આ ગામની મહિલાઓ હવે લાકડા લેવા માટે ન તો જંગલ જાય છે, ના ચુલો સળગાવવા માટે ગેસનો ઉપયોગ કરે છે. બાચા ગામમાં આ પહેલા વિદ્યા ભારતી શિક્ષા સમિતિના સહયોગથી કરાઈ છે. જેમાં IIT મુંબઈની મદદ લઈને ખાસ પ્રકારના ચુલા બનાવાયા છે. જેની પર મહિલાઓ બંને ટાઈમ રસોઈ સહિત ચ્હા બનાવે છે. એક ઘરમાં લાગેલા આ સોલર પેનલનો ખર્ચ 80,000 રૂપિયા થયો છે. જે ભારત ભારતી શિક્ષા સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. આ ગામમાં કુલ 74 ઘરોમાં સોલર ચુલાથી રસોઈ બનાવાય છે.
વિદ્યા ભારતી શિક્ષા સમિતિના મોહન નાગરે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને ONGCની મદદથી બાચા ગાંમમાં સૌર ઉર્જાના વપરાશને પ્રોત્સાહન આપવા માટે સૌર ચુલા લગાવાયા છે. IIT મુંબઈના વિદ્યાર્થીઓએ સૌર ઉર્જાથી ચાલતા ચુલાનો નમૂનો તૈયાર કર્યો હતો ત્યારબાદ આ નમૂનાને દેશના બાચા માટે પસંદ કરવામાં આવ્યો.
સપ્ટેમ્બર 2017માં પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં સૌર ઉર્જા લગાવવાનું કામ કરાયું છે. ડિસેમ્બર 2018માં તમામ ઘરોમાં ઉર્જા પ્લેટ, બેટરી અને ચુલા લગાવવાનું કાર્ય સંપન્ન કરાયું છે. બેટરીમાં એટલી વિજળી રહે છે જેનાથી ત્રણ વાર રસોઈ બનાવી શકાય છે. સોલર પ્લેટથી 800 વોલ્ટ વિજળી ઉત્પન થાય છે. તેમાં લગાવેલી બેટરીથી ત્રણ યૂનિટ વિજળી જળવાઈ રહે છે અને પાંચેક સદસ્યોનું જમવાનું બની જાય છે.
જ્યારથી ગામમાં આ ચુલા આવ્યા છે ત્યારથી તમામ મહિલાઓનું કામ સરળ થઈ ગયું છે અને તેઓ ખૂબ જ ખુશ છે. કારણ કે, પહેલા તેઓને જંગલમાં જઈને લાકડા લાવવા પડતા હતા અને ત્યારબાદ રસોઈ બનતી હતી. તે ઉપરાંત ધુમાડો પણ વેઠવો પડતો હતો, પરંતુ હાલ આ સમસ્યા દૂર થઈ છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૌર ઉર્જાનો વધુમાં વધુ ફાયદો લેવા પર ભાર મૂકી રહ્યાં છે. વડાપ્રધાનના આ સ્વપ્નને આ ગામે તો પૂર્ણ કરી બતાવ્યું છે અને આ ગામમાં દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ એક અલગ ઓળખ સ્થાપિત કરી છે.