પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન રાંચી પહોંચી ગયા હતા. જ્યાં રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યા બાદ વહેલી સવારે તેઓ રાંચી ખાતે યોગમાં જોડાયા હતા. તેમની ઉપસ્થિતિમાં હાલ યોગની શરૂઆત થઈ ગઈ હતી. આ વખતે મુખ્ય આયોજન રાંચીના પ્રભાત તારા મેદાનમાં થયું હતું. અહીં પીએમ મોદી સાથે 35 હજાર લોકોએ યોગ કર્યા હતા.
યોગના કાર્યક્રમમાં શામેલ થવા માટે વડાપ્રધાન રાંચી પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યપ્રધાન રઘુવર દાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.
વડાપ્રધાનના કાર્યક્રમ માટે રાંચીના પ્રભાત તારા મેદાનમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાને રાખી સઘન પોલીસ સુરક્ષા પણ ગોઠવી દેવાઈ હતી.