વર્લ્ડ નો ટોબેકો ડે
દર વર્ષે 31મી મેના દિવસને ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ તરીકે ઊજવવામાં આવે છે. આ વાર્ષિક કેમ્પેઇન તમાકુના ઉપયોગની હાનિકારક તથા જીવલેણ અસરો અંગે જાગૃતિ ફેલાવવાની અને કોઇપણ સ્વરૂપમાં તમાકુના ઉપયોગને નિરૂત્સાહ કરવાની તક પૂરી પાડે છે.
કેમ્પેઇન 2020
વૈશ્વિક કેમ્પેઇન ગેરમાન્યતાઓને દૂર કરશે તથા ઉદ્યોગો દ્વારા અજમાવાતી ચાલાકીભરી યુક્તિઓનો પર્દાફાશ કરશે. તે યુવાન લોકોને ઉદ્યોગોના છળને સહેલાઇથી પારખવા માટે જરૂરી જ્ઞાન પૂરું પાડશે અને તેમને આવા દાવપેચથી દૂર રહેવા માટેનાં સાજનોથી સજ્જ કરશે. આ રીતે, યુવાન લોકોને તમાકુના ઉદ્યોગો સામે ઊભા રહેવા માટે સક્ષમ કરવામાં આવશે. અત્યારે આ મહત્વપૂર્ણ છે, કારણ અભ્યાસો દર્શાવે છે કે, ધૂમ્રપાલન કરનારા લોકોમાં કોરોનાવાઇરસની ગંભીર બિમારીમાં સપડાવાનું જોખમ વધુ રહે છે. WHOએ તમામ યુવાન લોકોને તમાકુ-મુક્ત પેઢી બનવા માટે આ લડતમાં જોડાવા હાકલ કરી છે.
સ્મોકલેસ (ધુમાડા-રહિત) તમાકુમાં બાળકોનું મન મોહી લેતી ફ્લેવર્સ, શીશા અને ઇ-સિગરેટ્સ
તમાકુનાં ઉત્પાદનોનું પ્રમોશન કરવું (વેગ આપવો) અને યુવાનોમાં તેનું મફત વિતરણ કરવું
ફિલ્મો તથા ટીવી શોમાં તથા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ થકી તમાકુનાં ઉત્પાદનોની એડવર્ટાઇઝિંગ
તમાકુ કેવી રીતે સમગ્ર વિશ્વના લોકોનાં ફેફસાંને નુકસાન પહોંચાડે છે
વર્લ્ડ નો ટોબેકો ડે, 2019 તમાકુનું સેવન વિશ્વભરનાં લોકોનાં ફેફસાંને વિપરિત અસર પહોંચાડે છે, તે માટેના બહુવિધ માર્ગો પર ભાર મૂકશે. આ ઘાતક અસરો નીચે પ્રમાણે છેઃ
ફેફસાંનું કેન્સરઃ તમાકુનું ધૂમ્રપાન, એ ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ છે અને વિશ્વભરમાં બે તૃત્યાંશ કરતાં વધુ ફેફસાના કેન્સરના દર્દીઓ તેના કારણે મોતને ભેટે છે. ઘરે અથવા તો કાર્ય સ્થળે સેકન્ડ હેન્ડ સ્મોક એક્સપોઝર (ધૂમ્રપાન કરનારની નજીકમાં રહેલી વ્યક્તિ)થી પણ ફેફસાંના કેન્સરનું જોખમ વધે છે. સ્મોકિંગનો ત્યાગ કરવાથી ફેફસાના કેન્સરનું જોખમ ઘટી શકે છે. સ્મોકિંગ છોડ્યાના 10 વર્ષ પછી ફેફસાના કેન્સરનું જોખમ ધૂમ્રપાન કરનારી વ્યક્તિ કરતાં અડધો-અડધ ઘટી જાય છે.
શ્વાસની લાંબી બિમારીઃ ધૂમ્રપાન એ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પ્યુલ્મોનરી ડિસીઝ (COPD)નું મુખ્ય કારણ છે. આ સ્થિતિમાં ફેફસાંમાં પસથી ભરેલો કફ જમા થાય છે અને તેને કારણે પીડાદાયક ખાંસી થાય છે અને શ્વાસોચ્છવાસમાં સમસ્યા સર્જાય છે. ખાસ કરીને ઘણી નાની વયમાં ધૂમ્રપાન શરૂ કરી દેનારા લોકોમાં COPDની બિમારી થવાનું જોખમ ઘણું વધારે રહે છે. તમાકુને કારમે અસ્થમાની બિમારી પણ વકરે છે, જે પ્રવૃત્તિને નિયંત્રિત કરી દે છે અને વિકલાંગતા તરફ દોરી જાય છે. પ્રારંભથી જ વહેલી તકે ધૂમ્રપાન બંધ કરી દેવું એ સીઓપીડીની બિમારીને આગળ વધતી અટકાવવા માટેની તેમજ અસ્થમાનાં લક્ષણોમાં સુધારો લાવવા માટેની સૌથી અસરકારક સારવાર છે.
ગર્ભવતી માતા દ્વારા કરવામાં આવતા સ્મોકિંગને કારણે અથવા તો માતા સેકન્ડ-હેન્ડ સ્મોકના સંપર્કમાં આવે (માતાની નજીકમાં કોઇ વ્યક્તિ સ્મોકિંગ કરી રહી હોય), તો તેના ગર્ભમાં રહેલા શિશુના ફેફસાંની વૃદ્ધિ અને કામગીરીમાં ઘટાડો થયો હોવાનું જોવા મળ્યું છે. સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવનારાં નાનાં બાળકોમાં અસ્થમા થવાનું, અસ્થમા વધુ તીવ્ર થઇ જવાનું, ન્યુમોનિયા અને બ્રોન્કાઇટિસ થવાનું જોખમ ઊભું થાય છે.
તમાકુનાં ઉત્પાદનો અને તેમનું માર્કેટિંગ
તમાકુ કંપનીઓએ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ પાછળ નવ અબજ ડોલર કરતાં વધુ નાણાંનો ખર્ચ કર્યો હતો. જ્યારે, તમાકુના સેવન સંબંધિત કારણોને પગલે તથા સેકન્ડ હેન્ડ સ્મોકને કારણે વિશ્વભરના 80 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
તમાકુ અને તેના સંબંધિત ઉદ્યોગો બાળકો અને કિશોરોને ઉત્પાદનો વેચવા માટે દાવપેચ અજમાવે છે, જેમાં નીચેની યુક્તિઓનો સમાવેશ થાય છેઃ
15,000 કરતાં વધુ ફ્લેવર્સ, તે પૈકીની મોટાભાગની ફ્લેવર્સ બાળકો અને કિશોરોને આકર્ષે છે.
સોશ્યલ મીડીયાના પ્રભાવકો અને માર્કેટિંગ
સ્પોન્સર્ડ કાર્યક્રમો અને પાર્ટીઓ
સ્કૂલ સ્કોલરશિપ
મનમોહક, માદક ડિઝાઇન
મનોરંજન માધ્યમમાં ઉત્પાદનની ગોઠવણ
ઉત્પાદનનાં સેમ્પલનું વિના મૂલ્યે વિતરણ
સિંગલ સ્ટિક સિગરેટ્સ વ્યસનને વધુ પોષણક્ષમ બનાવે છે.
બાળકો માટે આઇ લેવલ પર (બાળકોની નજરે ચઢે તે રીતે) ઉત્પાદનોનું વેચાણ કરવું
શાળાની નજીક ઉત્પાદન રાખવું અને તેની જાહેરાત કરવી
તમાકુ અને સંલગ્ન ઉદ્યોગો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે
તમાકુ અને નિકોટિનનાં ઉત્પાદનોમાં યુવાનોને આકર્ષક લાગે તેવી ફ્લેવર્સનો ઉપયોગ કરવો, જેમકે, ચેરી, બબલ ગમ અને કોટન કેન્ડી, જેના કારણે યુવાનો આરોગ્યનાં જોખમોને અવગણે છે અને આ જોખમી ઉત્પાદનોનું સેવન શરૂ કરે છે.
મનમોહક ડિઝાઇન અને આકર્ષક ઉત્પાદનો, જેને સરળતાથી લઇ જઇ શકાય છે અને તેમનો દેખાવ ભ્રામક હોય છે (જેમકે, યુએસબી સ્ટિક કે કેન્ડીના આકારનાં ઉત્પાદનો)
પરંપરાગત સિગરેટના વિકલ્પસ્વરૂપે આ ઉત્પાદનોને ‘ઓછાં જોખમી’ અથવા તો ‘ક્લિનર’ તરીકે વેગ આપવો, દુર્ભાગ્યે આવા દાવાઓને પોકળ સાબિત કરતા વસ્તુલક્ષી વિજ્ઞાનનો અભાવ વર્તાય છે.
તમાકુ અને નિકોટિનનાં ઉત્પાદનોને પ્રમોટ કરવા માટે સેલિબ્રિટી/પ્રભાવકર્તા સ્પોન્સરશિપ અને બ્રાન્ડ સ્પોન્સર્ડ સ્પર્ધાઓ (જેમકે, ઇન્સ્ટાગ્રામ પ્રભાવકર્તાઓ)
બાળકો અવાર-નવાર આવતા હોય તેવા આઉટલેટ્સની નજીક વેચાણ કરવું, જેમકે, મીઠાઇ, ફરસાણ કે સોડાના આઉટલેટની નજીક અને તેમનાં ઉત્પાદનો યુવાનો અવાર-નવાર જતા હોય તેવાં સ્થળોની નજીક ડિસપ્લે થાય તે સુનિશ્ચિત કરવા માટે વેન્ડર્સને વળતર આપવું
શાળાની નજીક સિંગલ સ્ટિક સિગરેટ તથા અન્ય તમાકુ અને નિકોટિનનાં ઉત્પાદનોનું વેચાણ કરવું, જેના કારણે શાળાએ જતા બાળકો તમાકુ અને નિકોટિનનાં ઉત્પાદનો સહેલાઇથી મેળવી શકે. ફિલ્મો, ટીવી શો અને ઓનલાઇન સ્ટ્રિમીંગ શોમાં તમાકુનાં ઉત્પાદનોનું આડકતરું માર્કેટિંગ
યુવાન લોકો વારંવાર જતા હોય તેવાં સ્થળોએ તમાકુનાં વેન્ડિંગ મશીનો રાખવાં, આકર્ષક ડિઝાઇન અને પેક ડિસ્પ્લે તથા બાળકો, કિશોરોને તમાકુના વેચાણ પરનાં નિયમનોની અવગણના કરવી
આંકડાકીય વિગતો
દર વર્ષે 10 લાખ કરતાં વધુ લોકો સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવવાને કારણે મોતને ભેટે છે.
વૈશ્વિક સ્તરે, અંદાજે 60,000 બાળકો પાંચ વર્ષ કરતાં નાની વયે સેકન્ડ-હેન્ડ સ્મોકને કારણે સર્જાતા શ્વસન સંબંધિત સંક્રમણને કારણે મૃત્યુ પામે છે. બાળવયે વારંવારના શ્વસન સંબંધિત સંક્રમણને કારણે પુખ્તવયે સીઓપીડી વિકસવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
ભારત
ભારતમાં સ્મોકિંગને કારણે દર વર્ષે દસ લાખ લોકોનાં મોત નીપજે છે અને કેન્સર અને હૃદયની બિમારી જેવી બિન-ચેપી બિમારીઓના કારણે થતા મોતનું આ ચોથું અગ્રણી કારણ છે.
34.6 ટકા પુખ્તો (જેમાંથી 47.9 ટકા પુરુષો અને 20.3 ટકા સ્ત્રીઓ છે) સ્મોકર છે.
14 ટકા પુખ્તો (જેમાંથી 24.3 ટકા પુરુષો અને 2.9 ટકા સ્ત્રીઓ) તમાકુનું ધૂમ્રપાન કરે છે.
25.9% પુખ્તો (જેમાંથી 32.9 ટકા પુરુષો અને 18.4 ટકા મહિલાઓ) ધૂમ્રપાન રહિત તમાકુનો ઉપયોગ કરે છે.
પુરુષ સ્મોકર્સની કુલ સંખ્યા 1998માં 79 મિલિયન હતી, તે 2015માં વધીને 108 મિલિયન થઇ હતી.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-4) 2015, અનુસાર, સર્વે કરાયેલાં 13 રાજ્યોમાં, પુરુષોમાં તમાકુનો ઉપયોગ 2005-06માં 50 ટકા હતો, તે ઘટીને 2015માં 47 ટકા થયો હતો. અહેવાલમાં 13માંથી ઓછામાં ઓછાં 11 રાજ્યોમાં 2005-06 અને 2015-16 વચ્ચે સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
સિક્કિમમાં, તમાકુના વપરાશમાં 20 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. માત્ર મણિપુર અને મેઘાલય એ બે રાજ્યોમાં તમાકુના સેવનમાં વધારો નોંધાયો હતો.
હરિયાણામાં તમાકુનો વપરાશ 32 ટકા છે અને 2015માં સ્મોકર્સની સંખ્યા આશરે 3.2 મિલિયન હતી.
સ્મોકિંગ બંધ કરવાની વૃત્તિ અસાધારણ રહી છે, કારણ કે, 45-59 વર્ષના આશરે માત્ર પાંચ ટકા પુરુષોએ જ સ્મોકિંગની કુટેવને તિલાંજલિ આપી છે.
એસોચેમના એક અભ્યાસ પ્રમાણે, ભારતની અર્થવ્યવસ્થામાં તમાકુ ઉદ્યોગનું યોગદાન રૂ. 11,79,448 કરોડ છે અને તે આશરે 4.57 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે.
તમાકુનું સેવન અને કોવિડ-19નું જોખમ
WHOએ 2020માં કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી અને સાથે એમ પણ જણાવ્યું હતું કે, નીચેનાં કારણોસર સ્મોકર્સને આ બિમારી થવાવની શક્યતા વધુ છેઃ સિગરેટનાં ઝેરી રસાયણો શ્વાસમાં જવાં અને હાથ મોંમાં જવાની પ્રવૃત્તિમાં વધારો. સ્મોકિંગને કારણે પરિસ્થિતિ વધુ વણસે છે, જેના કારણે ઓક્સિજનનો ઉપયોગ કરવાની શરીરની ક્ષમતામાં ઘટાડો થાય છે અને દર્દીને ન્યુમોનિયા થવાનું જોખમ ઘણું વધી જાય છે.
WHOએ એમ પણ નોંધ્યું હતું કે, વોટર પાઇપ્સ પ્રકારનાં સ્મોકિંગ ઉત્પાદનો ઘણી વખત એક કરતાં વધુ વ્યક્તિ વાપરે છે, જેને કારણે કોવિડ-19નો પ્રસાર વધશે. સ્મોકલેસ તમાકુ (એસટી)ના સેવનથી પણ કોવિડ-19નું જોખમ વધે છે, કારણ કે એસટી ઉત્પાદનો ચાવ્યા બાદ થૂંકવું જરૂરી બની જાય છે. કેટલાંક એસટી ઉત્પાદનોમાં સામગ્રીને હાથ વડે મિક્સ કરવી પડે છે, જેનાથી પણ સંક્રમણ વધે છે.
તાજેતરના વિશ્લેષણ પરથી સ્મોકિંગ અને કોવિડ-19ના પ્રસાર વચ્ચે નોંધપાત્ર સંબંધ હોવાનું માલૂમ પડ્યું હતું. સ્મોકિંગ ન કરનારા 17.6 ટકા દર્દીઓની તુલનામાં સ્મોકિંગ કરનારા 218 દર્દીઓ પૈકીના 29.8 ટકા દર્દીઓએ બિમારી તીવ્ર થતી હોવાનું અનુભવ્યું હતું. ચીનમાંથી મળેલા પુરાવા પણ દર્શાવે છે કે, કદી ધૂમ્રપાન ન કરનારા દર્દીઓની તુલનામાં ધૂમ્રપાનનો ઇતિહાસ ધરાવતા દર્દીઓમાં બિમારી ગંભીર સ્વરૂપ ધારણ કરવાની શક્યતા 14 ગણી વધી જાય છે. આ ઉપરાંત, જાતિગત પુરાવા દર્શાવે છે કે, ચીનમાં કોવિડ-19ને કારણે સંક્રમિત મહિલાઓની તુલનામાં સંક્રમિત પુરુષોનો મૃત્યુ દર ઊંચો હતો. આ પાછળનું કારણ એ તથ્ય પણ ગણી શકાય કે, ચીનમાં પુરુષોમાં સ્મોકિંગનું ચલણ ઘણું વધારે – 45 ટકા છે, તેની તુલનામાં મહિલાઓમાં આ પ્રમાણ માત્ર બે ટકા છે. સ્મોકિંગની સ્થિતિ અને કોવિડ-19 પરના અભ્યાસોની તાજેતરની સમીક્ષાના આધારે માલૂમ પડ્યું કે, સ્મોકિંગ ન કરનાર દર્દીઓની તુલનામાં વર્તમાનમાં તેમજ ભૂતકાળમાં સ્મોકિંગ કરનારા દર્દીઓમાં બિમારી વકરવાના પરિણામે આઇસીયુ સપોર્ટ અને વેન્ટિલેશનની જરૂરિયાત અથવા તો મોતનું પ્રમાણ વધારે રહ્યું હતું.