ETV Bharat / bharat

કોવિડ-19ને હંફાવવા સંશોધકોની માફક વિશ્વના નેતાઓએ પણ હાથ મિલાવવા જરૂરી

અગ્રણી આંતરરાષ્ટ્રીય સાપ્તાહિક જર્નલ નેચરના એક અહેવાલમાં સંશોધકોને બિરદાવતાં જણાવાયું છે કે જીવલેણ વાઇરસના કાયમી ઈલાજ માટે વિશ્વભરના હજારો સંશોધકો આગળ આવ્યા છે અને પોતાનો સમય આપીને વિચારો વ્યક્ત કરી રહ્યા છે.

author img

By

Published : Apr 5, 2020, 7:13 PM IST

defeat Covid-19
જીવલેણ મહામારી કોવિડ-19

ન્યૂઝડેસ્ક : જીવલેણ મહામારી કોવિડ-19એ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 47,000થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે અને 9,37,000થી વધુ લોકો વાઇરસ પોઝિટિવ થયા છે. સંકટના આ સમયે, સંશોધકોની માફક વિશ્વના નેતાઓએ પણ આગળ આવીને ખભેખભા મિલાવીને સમગ્ર વિશ્વને સ્થગિત કરનારી આ મહામારીને નાબૂદ કરવા લડત આપવાની જરૂર હોવાનું અગ્રણી આંતરરાષ્ટ્રીય સાપ્તાહિક જર્નલ નેચરે જણાવ્યું છે.

સંશોધકોને બિરદાવતાં જર્નલના એક અહેવાલમાં જણાવાયું છે કે જીવલેણ વાયરસના કાયમી ઈલાજ માટે વિશ્વભરના હજારો સંશોધકો આગળ આવ્યા છે અને પોતાનો સમય આપીને વિચારો વ્યક્ત કરી રહ્યા છે.

જોકે, અહેવાલમાં વિવિધ દેશોના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓ ઉપર આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાન ઉપર નહીં લેવાનો આક્ષેપ મુકાયો છે. તેમાં જણાવાયું છે કે વિશ્વના નેતાઓએ વર્ષ 2008ની નાણાંકીય કટોકટી વેળાએ સહુએ સાથે મળીને જે રીતે પ્રતિસાદ આપ્યો હતો, તે જ રીતે તેમણે આ મહામારી સાથે કામ પાર પાડવાની જરૂર છે.

અહેવાલમાં કોવિડ-19ના પરીક્ષણો હાથ ધરવા માટે બ્રોડ ઈન્સ્ટીટ્યુટ ઓફ એમઆઈટી અને હાર્વર્ડ સ્થિત કેમ્બ્રિજ, માસાચ્યુસેટ્સ અને બોગોટા સ્થિત નેશનલ યુનિવર્સિટી ઓફ કોલોમ્બિયા જેવી લેબોરેટરીઝ ધરાવતી યુનિવર્સિટીઓની પ્રશંસા કરી છે.

દરમિયાન, સંશોધકોએ ક્રાઉડફાઈટ કોવિડ-19 નામનું ઓનલાઈન પ્લેટફોર્મ સ્થાપ્યું છે, જે સંશોધનો સંબંધિત કાર્યો માટે સ્વયંસેવકો શોધવા માટેનું છે. આ પ્લેટફોર્મ સતત લોકપ્રિયતા હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મ ઉપર 35,000થી વધુ સ્વયંસેવકો નોંધાયા છે.

અહેવાલમાં જણાવાયું છે કે દરરોજ વાયરસગ્રસ્ત લોકોની સંખ્યા અને વાયરસને કારણે થતાં મોતનો આંકડો વધતો જતો હોવાથી વિશ્વના નેતાઓ માટે કોરોનાવાયરસ સામે લડત માટે સંશોધકોના તારણોને અનુસરીને સાથે મળીને કામ કરવાનો સમય પાકી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.