ETV Bharat / bharat

વિશ્વ આવાસ દિવસ - New Urban Agenda

દર વર્ષે ઓક્ટોબર મહિનાના પ્રથમ સોમવારની વિશ્વ આવાસ દિન તરીકે ઊજવણી કરવામાં આવે છે. આ દિવસ માનવ આવાસની સ્થિતિ પર તથા પૂરતું આશ્રયસ્થાન મેળવવાના તમામ લોકોના મૂળભૂત અધિકાર પર ભાર મૂકે છે. સાથે જ તેનો હેતુ લોકોને ભાવિ પેઢીઓના આવાસની જવાબદારી તેમના પર રહેલી છે, તેની યાદ અપાવવાનો છે. ઉપરાંત, આ દિવસનો અન્ય એક આશય વિશ્વને એ યાદ અપાવવાનો છે કે, આપણે સૌ આપણં શહેરો અને નગરોના ભવિષ્યને આકાર આપવાનું સામર્થ્ય તથા જવાબદારી ધરાવીએ છીએ. આ વર્ષે ઇન્ડોનેશિયાનું સુરબાયા શહેર વિશ્વ આવાસ દિવસની ઊજવણીનું યજમાન છે.

World Habitat Day
વિશ્વ આવાસ દિવસ
author img

By

Published : Oct 5, 2020, 10:55 PM IST

ન્યૂઝ ડેસ્ક: વિશ્વનાં તમામ લોકોને પૂરતો આશ્રય મળી રહે, તે સુનિશ્ચિત કરતી સાતત્યપૂર્ણ વિકાસની નીતિઓને વેગ આપવા માટેના યુએન-હેબિટેટ્સના આદેશ તરફ સૌનું ધ્યાન ખેંચાય, તે માટે દર વર્ષના વિશ્વ આવાસ દિન માટે નવી થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષના વિશ્વ આવાસ દિનમાં સાતત્યપૂર્ણ વિકાસનાં લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે-સાથે ‘ન્યૂ અર્બન એજન્ડા’ના અમલીકરણના સંદર્ભમાં પૂરતા તથા પોસાય તેવા આવાસની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નક્કર પહેલનો અમલ શી રીતે કરવો, તે નક્કી કરવા માટે તમામ સંબંધિત હિતધારકો તથા સરકારનાં તમામ સ્તરોને વેગ આપવા પર ભાર મૂકવામાં આવશે. આ વર્ષની થીમ છે – તમામ માટે આવાસ એક બહેતર શહેરી ભવિષ્ય.

ઇતિહાસ :

વિશ્વ આવાસ દિનની સ્થાપના 1985માં યુએન જનરલ એસેમ્બલી દ્વારા 40/202 રિઝોલ્યુશન થકી કરવામાં આવી હતી. વિશ્વ આવાસ દિનની ઊજવણીની શરૂઆત 1986માં કરવામાં આવી હતી અને તે દિવસની થીમ હતી - “આશ્રય મેળવવો મારો અધિકાર છે”. તે વર્ષનું યજમાન શહેર નૈરોબી હતું. ભૂતકાળની અન્ય થીમમાં “ઘરવિહોણા (લોકો) માટે આશ્રય” (1987, ન્યૂયોર્ક); “આશ્રય અને શહેરીકરણ” (1990, લંડન); “ભાવિ શહેરો” (1997, બોન); “વધુ સલામત નગરો” (1998, દુબઇ); “શહેરી વહીવટમાં મહિલાઓ” (2000, જમૈકા); “ઝૂંપડપટ્ટી વિનાનાં નગરો” (2001, ફુકુઓકા), “શહેરો માટે જળ અને સ્વચ્છતા” (2003, રિયો ડી જાનેરો), "આપણાં શહેરી ભવિષ્યનું આયોજન " (2009, વોશિંગ્ટન, ડી.સી.), "બહેતર શહેર, બહેતર જીવન" (2010, શાંઘાઇ, ચીન) અને શહેરો અને ક્લાઇમેટ ચેન્જ (2011, મેક્સિકોનું એગુઆસ્કેલિએન્ટેસ) વગેરેનો સમાવેશ થાય છે.

હેબિટેટ સ્ક્રોલ ઓફ ઓનર એવોર્ડની શરૂઆત યુનાઇટેડ નેશન્સ હ્યુમન સેટલમેન્ટ્સ પ્રોગ્રામ દ્વારા 1989માં કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં તે માનવ આવાસ ક્ષેત્રે આપવામાં આવતો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. આ એવોર્ડનો હેતુ આશ્રયની જોગવાઇ, ઘરવિહોણા લોકોની અવદશા પર પ્રકાશ પાડવો, સંઘર્ષ બાદના પુનઃસ્થાપન સમયે નેતૃત્વ પૂરું પાડવું, માનવ વસાહતનો વિકાસ કરવો, તેમાં સુધારો કરવો, શહેરી જીવનની ગુણવત્તા વગેરે સહિતનાં ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપનારી પહેલનું સન્માન કરવાનો છે. વિજેતાના નામ અને તેમની સિદ્ધિઓને એવોર્ડની તકતી પર કોતરવામાં આવે છે અને ગ્લોબલ ઓબ્ઝર્વેશન ઓફ વર્લ્ડ હેબિટેટ ડેની ઊજવણી દરમિયાન વિજેતાને તે એનાયત કરવામાં આવે છે.

2020ના વિશ્વ આવાસ દિન માટેનો ચાવીરૂપ સંદેશ:

વર્તમાન સમયમાં એક યોગ્ય ઘર હોવું અત્યંત જરૂરી છે. આ જરૂરિયાત આટલી તીવ્ર અગાઉ કદીયે ન હતી. કોવિડ-19 મહામારીનો પ્રસાર હજી સતત ચાલુ છે, ત્યારે લોકોને ઘરમાં રહેવા માટે જણાવવામાં આવે છે, પરંતુ પૂરતો આવાસ ન ધરાવનારા લોકો માટે આ સીધા-સાદા નિયમનું પાલન કરવું શક્ય નથી. તેની સાથે જ, કોવિડ-19એ આપણને યાદ દેવડાવ્યું છે કે, ઘર એ છત કરતાં ઘણું વિશેષ છે. આપણે સલામત રહીએ અને આપણું જીવન, આપણું કાર્ય અને આપણું શિક્ષણ આગળ ધપાવી શકીએ, તે માટે ઘર સલામત હોય, સ્વચ્છતાના નિયમો માટેની મૂળભૂત સેવાઓ અને માળખાકીય સુવિધાઓ મેળવવાનો અવકાશ પૂરું પાડતું હોય અને તેમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગ માટે પૂરતો રૂમ હોય, તે જરૂરી છે. આ ઉપરાંત રહેઠાણ એવા સ્થળે આવેલું હોવું જોઇએ, કે જ્યાંથી તેના રહેવાસીઓ જાહેર હરિયાળી તથા ખુલ્લી જગ્યાઓ, રોજગારીની તકો, આરોગ્ય તકેદારીની સેવાઓ, શાળાઓ, બાળકોની સંભાળ માટેનાં કેન્દ્રો તથા અન્ય સામાજિક સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત કરી શકે.

મહામારી શરૂ થઇ, તે પહેલાંથી વિશ્વભરમાં આશરે 1.8 અબજ લોકો ઝૂંપડપટ્ટીઓમાં તથા અસંગઠિત વસાહતોમાં, અપૂરતા આવાસમાં અથવા તો ઘરવિહોણી દશામાં વસવાટ કરી રહ્યા છે. ત્રણ અબજ લોકો હાથ ધોવાની મૂળભૂત સુવિધાથી વંચિત છે. તેનો અર્થ એ કે, વિશ્વભરનાં લાખો લોકોએ મૂળભૂત સેવાઓના અભાવના કારણે નબળા આરોગ્યનો સામનો કરવો પડે અને વિવિધ પ્રકારના સામાજિક-આર્થિક અને પર્યાવરણીય અવરોધોનો સામનો કરવો પડે, તેવી શક્યતા છે. કોવિડ-19 મહામારીએ માળખાકીય અસમાનતાઓ ઉઘાડી પાડી છે અને સ્થળાંતર કરીને આવેલા લોકો કેવી રીતે આવાસની અછત, વધુ પડતી ભીડ અને ઘરના અભાવની સ્થિતિનો સામનો કરી રહ્યા છે, તે ઉજાગર કર્યું છે. આવા વિસ્તારોમાં વસવાટ કરનારા લોકોને ઘણી વખત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ માન્યતા કે રક્ષણ પૂરાં પાડવામાં આવતાં નથી, જેથી ખાસ કરીને સંકટ સમયે તેમને ત્યાંથી દૂર કરવામાં અથવા અન્યત્ર ખસેડવામાં આવે છે.

ILO અનુસાર, વિશ્વની 55 ટકા વસ્તી, અર્થાત્ આશરે 4 અબજ લોકોને કોઇપણ પ્રકારના સામાજિક રક્ષણનો લાભ મળી રહ્યો નથી. આવાસ એ માનવીનો અધિકાર છે તથા તે અન્ય તમામ મૂળભૂત અધિકારોનો ઉત્પ્રેરક, અર્થાત્ મુખ્ય સ્રોત છે. ‘તમામ લોકો માટે શહેરનો (શહેરમાં વસવાટ કરવાનો) અધિકાર’ સુનિશ્ચિત કરવાનો તે એકમાત્ર માર્ગ છે.

મોકળાશભર્યો, પોસાય તેવો અને પૂરતો આવાસ એ આપણાં શહેરો તથા આપણા સમુદાયોના સાતત્યપૂર્ણ વિકાસ માટેની ચાવી છે. સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંક-11નો હેતુ 2030 સુધીમાં સ્થિતિસ્થાપક, સમાવેશક, સલામત વિભિન્નીકૃત શહેરો પ્રસ્થાપિત કરવા સંદર્ભે, 2030 સુધીમાં તમામ લોકો માટે સુરક્ષિત અને પોસાય તેવા આવાસો અને મૂળભૂત સેવાઓ પ્રસ્થાપિત કરવા સંદર્ભે અને ઝૂંપડપટ્ટીમાં સુધારો લાવવા સંદર્ભે છે. કોવિડ-19 કટોકટી - સહકાર તથા જોડાણ થકી સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય છે તે દર્શાવે છે અને તમામ લોકો માટે આવાસનો અધિકાર સુનિશ્ચિત કરવો એ એક સહિયારી જવાબદારી છે – તે સુનિશ્ચિત કરતા વિચારને એક નવી ગતિ આપી રહી છે.

કોવિડ-19ની કટોકટીએ સમુદાયોની સત્તાનાં દર્શન કરાવ્યાં છે. સાથે જ તેણે સ્થાનિક અને નવતર ઉપાયો શોધવાની લોકોની ક્ષમતા પણ પ્રગટ કરી છે. આ ઉપરાંત, તેણે બતાવી આપ્યું છે કે, સ્થાનિક અને રાષ્ટ્રીય સરકારો કામચલાઉ ઉપાયો પૂરા પાડતી હોવાથી આવાસની કટોકટીનું ઝડપથી નિવારણ લાવવું શક્ય છે. સરકારના ઉપાયોમાં નીચેની સુવિધાઓનો સમાવેશ થાય છેઃ

1.સલામત આવાસ ન ધરાવનારા લોકો માટે ટૂંકા ગાળાની અને કટોકટીની સ્થિતિમાં રહેઠાણની વ્યવસ્થા

2.ભાડું ન ચૂકવી શકવાના કારણે અને (લોનનો) હપ્તો ચૂકવી ન શકવાના કારણે રહેઠાણ ખાલી કરાવવાની પ્રવૃત્તિ પર અથવા તો ઝૂંપડપટ્ટી કે અનઅધિકૃત વસવાટોમાંથી બળજબરીપૂર્વક ઘર ખાલી કરાવવા પર રોક

3.જીવન જરૂરી નાના વ્યવસાયો, ખાદ્ય સુરક્ષા, ઇમર્જન્સી આરોગ્ય તકેદારી તથા લોકો ઘરોમાં હોય, તે સમયે અન્ય મહત્વનાં જરૂરી કાર્યો માટે ઇમારતો, જમીન અને ખુલ્લી જગ્યાઓની પ્રાપ્યતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.