નવી દિલ્હીઃ દિલ્હીના ઝૂમાં વિશ્વ હાથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઝૂના હાથીઓ માટે વિશેષ ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં તેમને તરબૂચ, ખરબુચ, ખીરા, કેળા, કેળના પાન, ખીચડી, રોટલી અને ગોળ ખવડાવવામાં આવ્યા.
આ દરમિયાન 'કિપર્સ ટોક'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ હાથીઓની દરરોજ દેખભાળ રાખતા કર્મચારીઓએ તેમના અનુભવો જણાવ્યા હતા. અંતમાં ઝૂ ના નિર્દેશક રમેશકુમાર પાંડેએ સૌ કર્મચારીઓને કોપર બોટલનું વિતરણ કર્યું હતું.
ઉપરાંત સ્કૂલના બાળકોને પણ આ ઉજવણીમાં સામેલ કરવા ઓનલાઇન સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં પેઇન્ટિંગ તથા પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન થયું હતું.