ETV Bharat / bharat

વિશ્વ જૈવિક વૈવિધ્ય દિવસઃ આપણી સમસ્યાઓનો ઉકેલ કુદરતમાં રહેલો છે - animals

જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય જૈવિક વૈવિધ્ય દિવસ-2020ની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે એક વાત યાદ રાખવાની ખાસ જરૂર છે કે આપણે પોતે જ કુદરત છીએ, તેનાથી સહેજપણ અલગ નથી. આપણા પ્રાચિન ઋષિ મુનિઓએ આ સંબંધને એક વિરાટ બ્રમ્હાંડનો પરિવાર ગણાવ્યો છેઃ વસુધૈવ કુટુંબકમ, જે એક નાના સરખા કીડાથી માંડીને હાથી સામે એકબીજાને ટેકો આપે છે અને એકબીજાની કાળજી લે છે. આપણે (ઘણીવાર દુષ્કાળ, પૂર જેવી દુકરતી હોનારતમાંથી) ગ્રહોની ચેતનામાંથી પદાર્થપાઠ શીખીએ છીએ અને તમામ જીવોના આંતર-અવલંબન ઉપર વિજેતા હોવાનો અહેસાસ કરીએ છીએ આપણાં પૂર્વજોના સદીઓના કઠોર પરિશ્રમના ફલસ્વરૂપ આજે આપણે વિવિધતા ધરાવતા, તમામ વાતાવરણમાં ટકી શકે એવા પોષણક્ષમ ખોરાક-અનાજનો લાભ ઉઠાવી રહ્યા છીએ, જેના પરિણામે આજે ભારતીયો પાસે છોડવા અને અનાજનું સૌથી વધુ વૈવિધ્ય રહેલું છે. એકલા ભારતમાં 2 લાખ પ્રકારના જુદા જુદા ચોખા થાય છે.

Etv Bharat,Gujarati News, World Biological Diversity Day
World Biological Diversity Day
author img

By

Published : May 22, 2020, 10:36 AM IST

આપણે આપણા તંદુરસ્ત આરોગ્ય માટેની પવિત્ર વિધિઓ માં જવ અને રાગી હોમીને આ અનાજને એક પ્રકારનું સન્માન આપીએ છીએ. નવરાત્રિ દરમિયાન આપણે નવ દેવીઓની પૂજા કરીએ છીએ અને તે પૈકીની પ્રત્યેક દેવીને આ પવિત્ર અનાજ ધરાવીએ છીએ. જન્મથી મૃત્યુ સુધી આપણું જૈવિક વૈવિધ્ય આપણાં ધાર્મિક રીતરિવાજો અને સંસ્કારોમાં જળવાયેલું છે. ભારતમાં આજે પણ ઘણા સમાજમાં નવવધુ પોતાના સાસરામાં પોતાના વતનનું અનાજ લઇ જાય છે, અને અલબત્ત હળદર જેવી પવિત્ર મસાલાને પણ લઇ જાય છે. શેરડીને સંસ્કૃતમાં ઇક્ષુ કહેવામાં આવે છે અને પૌરાણિક રાજા રામનો વંશ ઇક્ષ્વાકુ હતો. શુ આ કોઇ ઓલૌકિક જોગ-સંજોગ હતો.

આપણે પ્રાણીઓના પરિવારોને પણ નથી છોડ્યા. આપણે તેઓને દેવ-દેવીઓના વાહન તરીકે કલ્પીને તેઓને પવિત્ર દરજ્જો આપ્યો છે. અરે પશ્ચિમ જગત જેને પ્લેગ જેવો રોગ ફેલાવનાર ગણીને સૌથી વધુ નફરત કરે છે તે ઉંદરને પણ આપણે ગણેશની સાથે જોડી દીધો છે. આ ઉપખંડની સંસ્કૃતિ માનવકેન્દ્રિત ટૂંકી નજરની પેલેપાર જોતી હતી અને પ્રત્યેક જીવને જીવનચક્રમાં આપેલા તેમના યોગદાન બદલ પવિત્ર ગણતી હતી. પરંતુ કમનસીબે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ માટે આ તમામ બાબતો મૂર્તિપૂજાની ધાર્મિક વિધિઓ અથવા તો અંધશ્રધ્ધા હતી. આ રહસ્યોથી વિસ્મિત તેઓએ ખુબ જ ઝડપથી ઇશનિંદા સ્વરૂપે આ અનાજના નવા નામ આપ્યા હતા. વિશાળ અને તોતિંગ તોપ ધરાવતા જહાજો સાથે સોનાની ચમક પાછળ ઘેલા બનેલા આ ગોરા લોકોની વસાહતોએ એક એજન્ટ વર્ગને જન્મ આપ્યો જેઓએ આપણી પ્રાચિન જીવન શૈલીને ઉંધી વાળી દેવા ઉપર જોર આપ્યું. તેઓએ આપણને કુદરત ઉપર વિજય નામના જીવાણુનો ચેપ લગાડ્યો, સામ્રાજ્યવાદના યુગની શરૂઆતથી કુદરતના ખજાનાની અને તેની ઉપરના પ્રત્યેક જીવની આ દરિયાઇ ચાંચીઓ દ્વારા નર્કની જેમ લૂંટાલૂંટ શરૂ થઇ.

પરંતું શું કુદરત ઉપર વિજય મેળવવાની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે?, ના, ઉલ્ટાનો વિજય ઉદભવી રહ્યો છે. ઇન્ટ ઇન્ડિયા કંપનીના બદલે હવે આપણી પાસે કૃષિ ક્ષેત્રે મહાકાય ગણાતી રાક્ષસી કંપનીઓ છે જેઓ જૈવિક દાણચોરી કરીને જ પોતાનું અસ્તિત્વ જાળવી શકે તેમ છે. ભારત કે જે વિપુલ અને વિશાળ વૈવિધ્યનો ખજાનો ધરાવતી ભૂમિ હતી તે પોતાનો અસલી ખજાનો ગુમાવી રહી છે. આપણુ જૈવિક વૈવિધ્ય, આપણુ અનાજ, આપણી ઔષધિઓ અને પ્રાણીઓના જનીનની વિવિધતા આ તમામ આપણે ગુમાવી રહ્યા છીએ.

જો કે રાષ્ટ્રીય સ્તરે તો ખુબ મોટો પડકાર ઉભો છે. વિશ્વમાં સૌથી વધુ પૈકીના એક ગણાતા ભારતીય છોડવાના જનીન સ્ત્રોત આજે ચાંચિયાગીરીના માધ્યમથી વિદેશોમાં પહોંચી રહ્યા છે. ઘણીવાર અધિકારીઓની બેદરકારીના કારણે અને ઘણીવાર ગેરકાયદે. મહાકાય કંપનીઓના શોષણ માટે ભારતીય છોડવાના જનીન સ્ત્રોત તેઓને આપી દેવા ITPGRFA અને UPOV જેવી સંધિઓ ભારતની સામે સંઘર્ષ કરી રહી હોવા છતાં વનસ્પતિ અને અનાજની સાથે સાથે જે જે સમાજ ઉછર્યા છે તેઓને આ છોડવા અને અનાજનું જે કાંઇ વળતર અને લાભ મળે છે તે તદ્દન ક્ષુલ્લક અને ઓછો છે. આ સંધિ દ્વારા આપણી નેશનલ બાયોડાયવર્સિટિ ઓથોરિટિનું મૂલ્ય ઘટાડી દેવાનો અને આપણા બાયોડાયવર્સિટિ એક્ટને નબળો પાડી દેવાનો પ્રયાસો થઇ રહ્યા છે.

ચીનની એક કંપની સહિતની આંતરરાષ્ટ્ર્ય સ્તરે અનાજનો વેપાર કરતી કંપનીઓ ભારતમાં આપવામાં આવતી સબસિડિ ઉપર 100 ટકા અંકુશ ધરાવે છે, તે ઉપરાંત તેઓ આપણા છોડવાઓના જનીન સ્ત્રોતનં વ્યૂહાત્મક વિશ્લેષણ, અને આપણી વિવિધતાની પૈતૃક રેખાને તેઓના દેશોમાં નિકાસ કરે છે. વિવિધતાની પૈતૃક રેખાઓની નિકાસ કરવાની વાત ભૂલી જાવ, ભારતીય કંપનીઓ તો ચીન કે થાઇલેન્ડમાં કોઇ કંપનીની માલિકી પણ ધરાવી શકતી નથી. અને તેથી જ આપણી પાસે સીધા વિદેશી રોકાણ અંગે વધુ પડતી રાષ્ટ્રીય નીતિ હોવી જરૂરી છે, અને વિશેષ કરીને જ્યારે આપણા છોડના જનીન સ્ત્રોતની બાબત હોય ત્યારે વધુ રાષ્ટ્રીય હોવી આવશ્યક છે, કેમ કે તે આપણા ખજાનાનો ભંડાર છે જે આપણને ક્લાઇમેટ ચેન્જ જેવા પડકાર સામે લડવા આપણને તૈયાર કરી શકે તેમ છે. આપણી વિવિધતાની જાળવણી માટે આપણી નીતિમાં બીજું પગલું જુદી જુદી જાતોના ઉછેર માટે ખેડૂતોના અધિકારોનું મજબૂત રીતે રક્ષણ કરવાનું હોવું જોઇએ. જેમ કે “આપણા ઉપાયો કુદતરમાં જ રહેલા છે” એ થીમ સૂચવે છે તેમ નવા નવા પડકારોને પહોંચી વળવા આપણે આપણી વિવિધતાઓની અને જમીનની જાળવણી કરવી પડશે અને તે કામ નફો કરતાં અને અત્યંત ખર્ચાળ તથા પેટન્ટ ધરાવતા ટેકનોલોજીલ વિકલ્પોના બદલે સ્થાનિક સમાજ અને ખેડૂતો દ્વારા સાતત્યપૂર્ણ રીતે થવું જોઇએ.

હરિત ક્રાંતિના પિતા ગણાતા એમએસ સ્વામીનાથને આપણી જરૂરિયાતોને પહોંચી વળવા આપણી જૈવિક વૈવિધ્યમાં કેટલી તાકાત રહેલી છે તે વાત અનેકવાર ભારપૂર્વક કહી હતી. CRISPR જેવા હસ્તક્ષેપ અથવા તો જનીન તત્વોમાં ફેરફાર કરવાની આપણને કોઇ જરૂર નથી. આપણે પ્રકૃતિ પ્રત્યે અને આપણા ઉપાયો માટે તેના વિપુલ ખજાના પ્રત્યે નજર દોડાવવી જોઇએ.

આપણામાંના પ્રત્યેક જણે જૈવિક વૈવિધ્ય આધારિત પેદાશોને આપણા જીવનમાં અપનાવવી જોઇએ. તે આપણા માટે ફક્ત આર્થિક વિકલ્પ જ નહીં બને પરંતુ આપણા આરોગ્યને પણ ફાયદો કરાવશે. આપણા ભોજનની થાળીથી શરૂઆત કરીએ તો આપણે એક બાજરીના રોટલાને ઘંઉ ચેખાના સ્થાનિક વૈવિધ્યને આપણા ભોજનમાં સ્થાન આપી શકીયે. તેનાથી આપણા ઉદરમાં જૈવિક વૈવિધ્ય વધશે અને આપણું આરોગ્ય સુધરશે. આપણે આપણા વતનના શાકભાજીને પાછા આપણા ભોજનમાં લાવવાની જરૂર છે અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા શાકભાજીના સ્થાને સ્થાનિક સ્તરે ઉગેલા અને ઋતુગત શાકભાજીને ભોજનમાં ઉમેરી શકીએ. પ્રોસેસ ફૂડના સ્થાને આપણે શક્ય હોય એટલી વધુમાં વધુ જૈવિક વૈવિધ્ય આધારિત પેદાશોની ખરીદી કરીએ, અને વતનના વનવાસીઓ અને આદિવાસીઓને સહાય કરીએ. આપણા વસ્ત્રોની વાત કરવામાં આવે તો આપણે બીટી કપાસના પ્રભુત્વને તોડવાની જરૂર છે. હવે ફક્ત થોડો સમય જ બાકી છે જ્યારે અન્ય જાગૃત નાગરિકોની જેમ ભારતીયો પણ સસ્તા વૈકલ્પિક વસ્ત્રોની પસંદગી કરશે અને હાથવણાટ અને ટકાઉ વસ્ત્રોને ટેકો આપશે.

સાચો વિકલ્પ જાગૃતિમાં રહેલો છે. આપણા વિશાળ પરિવારને એટલે કે વસુધૈવ કુટુંબકમની ભાવનાને અપનાવવાની જરૂર છે અને આપણા જીવનમાં જૈવિક વૈવિધ્યને અને તેની પવિત્રતાને પરત લાવવાની જરૂર છે. આપણે આપણા આર્થિક લાભ માટે કુદરત સામે લડવાની મનોવૃત્તિ છોડવાની જરૂર છે અને તેના વિપુલ અને સમૃધ્ધ ખજાનાને અપનાવવાની જરૂર છે. આપણે આપણા વર્તન અને ભાષા ( કે જેમાં કુદરતને નિર્જિવ અને પદાર્થ કહેવામાં આવે છે) બદલવાની જરૂર છે. પ્રકૃતિને સંબોધન ઉપયોગમાં લેવાતા “તે“ શબ્દને બદલવાની જરૂર છે, તેના બદલે તેને દેવીનું સંબોધન કરવું જોઇએ.

ઇન્દ્ર શેખર સિંઘ (ડાયરેક્ટર-પોલીસી એન્ડ આઉટરીચ- નેશનલ સીડ એસોસિયેશન ઓફ ઇન્ડિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.