બોધગયા પ્રખંડના મોરામર્દાના પંચાયતના ખરૌના ગામમા નિરક્ષર મહિલાએઓ સ્વાવલંબી બનવાની મોટી મિસાલ બની છે. આ ગામની 25 મહિલાઓના સમૂહે જિલ્લાનું પ્રથમ સત્તૂ ઉત્પાદન કેન્દ્ર ખોલ્યું છે. આ કેન્દ્રમાં ઘરેલૂ અને પરંપરાગત રીતે ચણામાંથી સત્તૂ બનાવીને બજારમાં વેચવામાં આવે છે.
મહિલાઓ બનાવી રહીં છે ઘંટલો (ઉર્ફે દેશી ઘર ઘંટી) સત્તૂ
ગયા શહેરથી દુર ખરૌના ગામમાં મહિલાઓએ પગભર થવા માટે એક કાર્ય કર્યું છે. આ ગામની મહિલાઓના સમૂહે આજીવિકાથી જોડાયને જાંતા સત્તૂ બનાવવાનું કામ શરૂ કર્યું છે. ઘરેલૂ રીતે બનાવવામાં આવેલા સત્તૂને બજારમાં લોકો ખુબ પસંદ કરે છે. ઓછી કિંમતમાં અને મશીન વિના શરૂ કરવામાં આવેલ ગૃહ-ઉદ્યોગ 25 મહિલાઓના ઘરના ગરીબીને પણ દૂર કરે છે.
ઘંટલોથી ચણાને પીસીને બનાવવામાં આવ્યું સત્તૂ (ચણાને દળીને બનાવાતો એક પ્રકારનો લોટ)
આ ઉદ્યોગ સાથે જોડાયેલી સવિતા દેવીએ જણાવ્યું કે, અમે લોકો આજીવિકા સાથે જોડાયેલા હતા. ગામમાં એક આજીવિકા સમૂહ કાર્યરત હતું. આ સમૂહ દ્વારા આર્થિક મદદ મળતી હતી. પરંતુ રોજગારી મળતી નહોતી. આજીવિકા સાથે જોડાયેલા લોકોએ પાપડ, અથાણું અને સત્તૂ બનાવવા માટે સૂચન કર્યું. અમે લોકોએ ઘંટલોથી સત્તૂ બનાવવા માટે બે દિવસની ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ લીધા બાદ ઘંટલોથી ચણાને પીસીને સત્તૂ બનાવવામાં આવ્યું. પછી એનું પેકિંગ કરીને બજારમાં વેચવા લાગ્યા. જે લોકોએ આ સત્તૂના ઉપયોગ કર્યો એમને સારૂં લાગ્યું. હવે બજાર અને હોટલથી ઑર્ડર આવે છે.

સત્તૂ બનાવવામાં નથી થતો મશીનનો ઉપયોગ
બિંદા દેવીએ જણાવ્યું કે, ચણાથી સત્તૂ બનાવવા માટે ક્યારેય પણ મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી. સંપૂર્ણપણે ઘરેલૂ અને પરંપરાગત રીતે સત્તૂ બનાવવામાં આવે છે. ચણાને ઉપસાવ્યા બાદ સુકવવા માટે રાખવામાં આવે છે. ત્યારબાદ તેને સાફ કરીને શેકવામાં આવે છે. પછી તેને ઘંટલોમાં પીસવામાં આવે છે. ત્યારબાદ વજન મુજબ તેનું પેકિંગ કરી બજારમાં વેચી દેવામાં આવે છે.
ઉદ્યોગ શરૂ કરવાથી દુર થઇ ગરીબી
ઘંટલો સત્તૂ બનાવનાર કાંતિ દેવીએ જણાવ્યું કે, પહેલાં અમે લોકો ઘરથી બહાર નહોતા નીકળતા. ગરીબી પણ હતી. જ્યારથી સત્તૂ વ્યવસાય સાથે જોડાયા, ત્યારથી ગરીબી પણ ઓછી થઇ છે. ઘરે બેસીને રોજગાર મળે છે. જ્યારે સમય મળે છે, ત્યારે સત્તૂ બનાવવું શરૂ કરીંએ છીંએ. એક અઠવાડીયામાં 10 કિલો સત્તૂ બનાવી લઇએ છીંએ. 50 રૂપિયે કિલો ચણા ખરીદીએ છીંએ. 5 કિલો ચણામાં સાડા ત્રણ કિલો સત્તૂ બને છે. જેને 180 રૂપિયા કિલોની કિંમતે બજારમાં વેંચીએ છીંએ.

ઘંટલો સત્તૂમાં હોય છે 16 ટકા પ્રોટીન
આજીવિકા સાથે જોડાયેલ રોશની જણાવે છે, સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રેનરશિપ હેઠળ જય માઁ સંતોષી ગૃપની મહિલાઓ ઘંટલો સત્તૂ બનાવીને વેંચે છે. આજીવિકા હેઠળ અમારી ટીમ નિરક્ષર મહિલાઓ વચ્ચે જઇને એમને સ્વરોજગાર આપવાનું કાર્ય કરે છે. એમને નાણાકિય, આર્થિક અને ટેક્નીકી સહયોગ આપવામાં આવે છે. રોશનીએ જણાવ્યું કે, મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સત્તૂની ચકાસણી પટના લેબમાં કરવામાં આવી. જેમાં 16 ટકા પ્રોટિન જોવા મળ્યું.
શું છે આજીવિકા સમૂહ પ્રોજેક્ટ?
વર્ષ 2007માં વિશ્વ બેન્કની આર્થિક મદદથી બિહાર સરકારે રૂરલ લાઈવલિહુડ પ્રોજેક્ટ એટલે કે, આજીવિકા પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. 2010માં આ પ્રોજેક્ટ રાજયના 55 બ્લોકમાં શરૂ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ હેઠળ લઘુ ઉદ્યોગ શરૂ કરનાર મહિલાઓની આર્થિક મદદ પણ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ કરવામાં આવે છે.