બિજનોર (ઉત્તર પ્રદેશ): સુનિતા નામની મહિલા બિજનોરના કીરતપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ભૈરકી કેનાલમાં આજે તેના ત્રણ માસૂમ બાળકો સાથે કૂદી પડી હતી. કારણ કે, સુનિતા તેના પતિ ગૌરવ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. તે પોતાની સાથે ત્રણ વર્ષીય બાળક, 5 વર્ષીય બાળક અને 3 મહિનાના બાળકને લઇ કેનાલમાં કૂદી પડી હતી.
પોલીસ તેમજ તેની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ત્રણ વર્ષીય નિર્દોષ બાળકને કેનાલમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. હવે, પોલીસ કર્મચારી બાકીના 2 બાળકો અને માતાની શોધ કરી રહ્યા છે.
મહિલાનો જેઠ રમેશના કહેવા પ્રમાણે, ત્યારે તે ઘરે ન હતો. મહિલાએ બાળકો સહિત કેનાલમાં કુદી પડ્યાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટના સંદર્ભે એસપી ધરમવીરસિંહે જણાવ્યું છે કે, પારિવારિક કારણોસર એક મહિલા તેના ત્રણ બાળકો સાથે કેનાલમાં કૂદી પડી હતી. જેમાં એક બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલા અને બે બાળકો હજી ગુમ છે. જ્યારે, પોલીસ ટીમ સાથે અધિકારી પણ સ્થળ પર હાજર રહ્યા હતા.