નવી દિલ્હી: એપ આધારિત ટેક્સી સર્વિસ કંપનીમાં રોકાણ કરીને 900 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવાના કેસમાં દિલ્હી, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં મહિલા આરોપી વિરુદ્ધના કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવી રહી છે. EOWએ નોઇડામાં કંપનીના ખાતામાં રૂપિયા 3.27 કરોડ અને 60 નવી કાર કબજે કરી છે.
EOW ના જોઇન્ટ સીપી ઓપી મિશ્રાના જણાવ્યા અનુસાર છેતરપિંડીનો ભોગ બનનાર ધર્મેન્દ્રએ મહિલા ડિરેક્ટર અને કંપનીના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ડિરેક્ટરના સહયોગીઓ સરોજ મહાપાત્રા, રાજેશ મહતો, સુંદર ભાટી અને હરીશ ભાટીએ હજારો લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી હતી. તેમણે લોકોને કંપનીમાં રોકાણના નામે દર મહિને 200 ગણો નફો આપવાની લાલચ આપી હતી. પૈસા પડાવ્યા બાદ લોકોને ન તો વ્યાજ મળ્યું ન તો મુખ્ય રકમ.
દિલ્હીના રોહિણી, ચૂપીના ગાઝિયાબાદમાં કંપનીએ ઓફિસ ખોલ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, આ કંપની ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી, જેની તપાસ પણ સેબી દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં કંપનીના ડિરેક્ટર રાજેશ મહતોની 23 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી.
હેલો ટેક્સી મલ્ટિ-લેવલ માર્કેટિંગ (MLM) યોજના ચલાવતી હતી. તેમાં રોકાણકારોને લાભ આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં, કંપનીએ 1000 રૂપિયાનું રોકાણ કરનારાઓને 10,000 રૂપિયા સુધીની રકમ આપી હતી. આ રકમ મળ્યા પછી, દરેક જણ રોકાણ કરવા લાગ્યા હતા.આ રીતે, હજારો લોકો પાસેથી નાણા એકત્ર કર્યા બાદ કંપની બંધ કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.