હુબલી: એક પંજાબી મહિલાએ હુબલીની હોસ્પિટલમાં જતા સમયે ફૂટપાથ પર એક બાળકને જન્મ આપ્યો.
દાન કૌર જ્યારે પ્રસૂતિ દર્દથી પીડાતી હતી, ત્યારે સ્થાનિકોએ તેમને હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું હતું, પરંતુ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં, તેને કિમ્સની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પંજાબના ફરીદાકોટનો રહેવાસી ધર્મસિંહ બાબાસિંઘે છ મહિના પહેલા આયુર્વેદિક દવા વેચવા હુબલી આવ્યો હતો. પરંતુ લોકડાઉનના કારણે તે અહીં ફસાઈ ગયો હતો. હાલ, તે લોકો આરટીઓ કચેરી નજીકના રસ્તાઓ પર રહેતા હતા.
તેમની પાસે રહેવાની હાલ કોઈ યોગ્ય જગ્યા નથી. જેથી મહિલાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ દંપતી એક ઝાડ નીચે તંબુમાં રહે છે. તેઓએ સરકારને વિનંતી કરી કે, તેઓની મદદ કરવા અને પાસે બાળકની સંભાળ રાખવા માટે પૂરતા પૈસા નથી. તો જરૂરી મદદ પહોંચાડવામાં આવે.