તિરુવનંતપુરમ: તિરુવનંતપુરમના કાદિનમકુલમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક મહિલા સાથે તેના પતિના મિત્રોએ ગેંગરેપ કર્યો હતો.
આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ આઠ વાગ્યે પુથુકુરીચીમાં બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદી મહિલા પતિના મિત્રના ઘરે ગઈ હતી. ત્યાં તે બધા મળીને દારૂ પીતા હતા અને મહિલાને પણ દારૂ પીવાની ફરજ પાડી હતી. ત્યારબાદ નશામાં ધૂત લોકોએ મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. થોડા સમય બાદ તક મળતા મહિલા હિંમત કરીને બાળક સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી.
હાલ, મહિલાને ચિરૈનકીઝની તાલુકા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, અને પોલીસે ફરિયાદના આધારે આગળની કર્યવાહી હાથ ધરી છે. જેમાં પતિ પણ સામેલ હોવાની આશંકાએ પૂછપરછ માટે પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.