પોલીસ દ્વારા મળેલી જાણકારી અનુસાર પાકિસ્તાનના હુમલામાં લોકોના જાનમાલનું નુકસાન થયુ છે. ભારતીય સેનાએ નિયંત્રણ રેખા ઉપર જડબાતોડ જવાબ આપ્યો છે. પરંતુ, આ હુમલામાં હમીદા ફાતિમા નામની મહિલાનું મોત થયુ છે.
શનિવારે તંગધાર સેક્ટરમાં પાકિસ્તાની સેનાના ગોળીબારની આડમાં આતંકવાદીઓએ ઘુસણખોરી કરવાની કોશિશ કરી હતી. શનિવારે થયેલા હુમલામાં ભારતના બે સૈનિકો અને એક નાગરિકનું મોત થયુ હતું તેમજ ત્રણ લોકો ઘાયલ થયા હતાં.
રવિવારે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં 6 થી 10 પાકિસ્તાની સૈનિકો અને ત્રણ આતંકી કેંપોને નષ્ટ કરી દેવાયા હતાં.