મુંબઈ: કાંદિવલીમાં 25 વર્ષીય મહિલાએ મંગળવારે બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ભાવના લાલસીંગ બોરા નામની મહિલાનો મૃતદેહ તેના રૂમના પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
આ મહિલાનો પરિવાર લોખંડવાલા સંકુલમાં રહે છે. બોરા આયર્લેન્ડમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે અને 13 માર્ચે મુંબઈ પરત ફરી હતી. હાલ સમતા નગર પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ હજૂ અકબંધ છે.