નવી દિલ્હી: વિપ્રો લિમિટેડ, વિપ્રો એંટરપ્રાઇઝિસ લિમિટેડ અને અજીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા દેશમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલા અભિયાનમાં 1,125 કરોડના યોગદાન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કંપનીએ બુધવારે દાબેર કરેલા એક નિવેદનમાં જાણકારી આપી હતી. કંપનીએ કહ્યું કે આનાથી સંક્રમણ સામે લડી રહેલા સ્વાસ્થ્યકર્મિઓને મદદ મળશે.
કંપનીએ જણાવ્યું હતું કે વિપ્રો લિમિટેડે. 100 કરોડ, વિપ્રો એંટરપ્રાઇઝે 25 કરોડ અને અજીમ પ્રેમજી ફાઉન્ડેશને 1000 કરોડનું યોગદાન કર્યુ છે.