ચંદ્રયાન 2 માટે આગામી 14 દિવસ મહત્વના બની રહેશે. ઈસરો આગામી 14 દિવસ ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાના સંપૂર્ણ પ્રયત્નો કરશે. ડીડી ન્યુઝને આપેલા ઈન્ટરવ્યુમાં કે. સિવને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, લેન્ડરનું અંતિમ ચરણ સારું નહોતુ રહ્યું. એટલા માટે જ વિક્રમ સાથે ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો. એકવાર વિક્રમ સાથે સંપર્ક તૂટ્યો બાદમાં પ્રસ્થાપિત થઈ શક્યો નહી. પરંતુ આશાની કિરણો હજુ પણ વર્તાઈ રહી છે. આગામી 14 દિવસ વિક્રમ સાથે સંપર્ક કરવાના પ્રયત્ન કરાશે.
ચંદ્રયાન સાથે ગયેલા ઑર્બિટર અંગે જણાવતા ઈસરો પ્રમુખે કહ્યું ,કે ઓર્બિટરની લાઈફ એક વર્ષની જ હતી, પરંતુ તેમાં હાજર ઈંધણના કારણે 7 વર્ષ સુધી જીવંત રહે તેવી શક્યતાઓ છે. ઈસરોના પ્રમુખે કહ્યું કે, ચંદ્રયાન 2ના પરિણામની અસર ઈસરોના અન્ય કોઈ મિશન પર નહી પડે. અન્ય તમામ મિશનો પર સમયસર જ કાર્ય કરવામાં આવશે.