ન્યૂઝડેસ્ક : વિશ્વ ભરમાં 13 એપ્રિલ 2020ની સ્થિતિએ કોરોના વાઇરસના લગભગ 17 લાખ પુષ્ટિ થયેલા કેસો છે. એક લાખ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે જે હજુ ચાલુ જ છે. અમેરિકા એકલામાં જ 18,૫૦૦થી વધુ મૃત્યુ થયાં છે. મૃત્યુઆંકની દૃષ્ટિએ ઈટાલી 19,470ના આંક સાથે સૌથી પહેલું અત્યાર સુધી હતું. વુહાનમાં કૉવિડ-19ના કેન્દ્ર સાથે ચીનમાં 3,349 મૃત્યુ થયાં છે. (સ્રોત-‘હૂ’) કોરોના વાઇરસમાંથી સાજા થવા રસી શોધવા સમયની સામે સહુ કોઈ દોડી રહ્યું છે. વિશ્વ બ્લેક સ્વાનના પ્રસંગમાં જકડાયેલું છે અને મહામારીએ વૈશ્વિકરણના મૉડલ અને બહુસ્તરીય વ્યવસ્થા અને સંસ્થાઓ જેમની સામે નાબૂદી અને કમિશનના તેમનાં કાર્ય માટે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે તેમની ક્ષમતા અને ન્યાયીપણાને કસોટીમાં મૂકી દીધાં છે. જ્યારે સરહદો બંધ કરી દેવાઈ છે, રાષ્ટ્રોમાં કડક ઘર-વાસ કરી દેવાયો છે અને મોટા ભાગના વિશ્વ નેતાઓ તેમના નાગરિકોની જિંદગીની રક્ષા કરવા આ તબક્કે મનોમંથન કરી રહ્યા છે ત્યારે હવે આગળ ક્ષેત્રીય અને વૈશ્વિક યુતિઓનું ભાવિ કેવું રહેશે?શું વૈશ્વિક ક્રમનો આકાર બદલાશે? શું સુરક્ષા પરિષદ સહિત બહુસ્તરીય સંસ્થાઓ પ્રાસંગિક બનવા અને ઉભરતાં અર્થતંત્રો અને વિકાસશીલ રાષ્ટ્રોના અવાજનો પ્રતિઘોષ કરવા વિસ્તરશે અને નવો આકાર લેશે?
“વૈશ્વિક નેતૃત્વ માટે થોડોક શૂન્યાવકાશ હશે પરંતુ મધ્યમ આવકવાળા દેશો અથવા મધ્યમ શક્તિવાળા દેશો માટે વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડવા માટે જગ્યા ખુલ્લી હશે. જાપાન, જર્મની, ભારત, દક્ષિણ આફ્રિકા જેવા દેશો મહાસત્તા માટે ધરી બનાવી શકે છે.” તેમ નિવૃત્ત રાજદ્વારી અને ચીન તેમજ પાકિસ્તાનમાં ભારતીય રાજદૂત ગૌતમ બમ્બાવાલેએ કહ્યું હતું. બમ્બાવાલે કાર્નેગી ઇન્ડિયા ખાતે કૉવિડ-૧૯ પછીના યુગમાં ભારત વિષય પર એક વેબિનારમાં હવે વિશ્વમાં શું થઈ શકે તેના પર બોલી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે આગળના સમયમાં અમેરિકા અને ચીનને સાથે લઈને અલ્પકાલીન સંગઠન પ્રકારનું કંઈક સંગઠન વૈકલ્પિકલ વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડી શકે છે.
વર્ષ ૨૦૦૮માં, ૧૯૩૦ના દાયકામાં સૌથી મોટી મંદી આવી તે પછી મૉર્ગેજ કટોકટીએ લાંબા ગાળાની વૈશ્વિક આર્થિક મંદી લાવી હતી ત્યારે નવા બહુસ્તરીય મંચો ઉભર્યા હતા. વૈશ્વિક આર્થિક કૂટનીતિ માટેના પ્રાથમિક મંચ તરીકે જી-આઠનું સ્થાન જી-૨૦ લીધું હતું. ચીન જેવા દેશોએ વૈકલ્પિક વ્યવસ્થા બ્રિક્સ બૅન્કથી એઆઈઆઈબી (એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક)માં ભારે નાણાં ઠાલવ્યાં હતાં જેણે છેલ્લા એક દશકમાં ચલણમાં ફાયદો મેળવ્યો હતો. આજે કૉવિડ-19થી જાણવા મળ્યું કે વિશ્વ એકબીજા સાથે કેટલું જોડાયેલું અને એકબીજા પર કેટલું આધારિત છે.
પરંતુ પ્રશ્ન એ છે કે શું ભારત આવી ધરીને નેતૃવ પૂરું પાડવા સમર્થ હશે અને શું તે આ ભારે કટોકટી દરમિયાન તેને મળેલી તકની ક્ષણો ઝડપી લેવા ઊભું થશે? આજે ભારત સામે સૌથી મોટો પડકાર તેના મેન્યુફૅક્ચરિંગ ક્ષેત્રમાં રહેલો છે જ્યાં માપદંડ, ગુણવત્તાંનાં પાસાં, આધુનિક ટૅક્નૉલૉજી અપનાવવી વગેરે હજુ ક્ષમતાથી નીચે જ છે. જ્યારે વિશ્વ ખાસ કરીને પશ્ચિમી રાષ્ટ્રો ચીને જે રીતે કોરોના વાઇરસના રોગચાળાને સંભાળ્યો તેનાથી સાવધ છે ત્યારે બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમના બૉર્ડ રૂમમાં ચીનને જવાબદાર ઠરાવશે. કોઈ તાત્કાલિક પ્રતિક્રિયામાં પ્રક્રિયા કરાયેલી કાચી સામગ્રી માટે વૉલ સ્ટ્રીટ કે સિલિકૉન વેલી વિશ્વની ફૅક્ટરી સાથે તેમના સંબધો તોડી નહીં નાખે. પરંતુ નિષ્ણાતો એવી વાત પર સંમત દેખાય છે કે કંપનીઓ તેમનાં કામકાજને વિસ્તારવા વિચારશે અને મેન્યુફૅક્ચરિંગ આધાર ચીન ઉપરાંત વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ સહિતના બે કે તેથી વધુ વિકલ્પોમાં લઈ જશે અથવા કેટલોક વેપાર ઘરઆંગણે પાછો પણ લઈ જઈ શકે છે. આ જ તક છે જ્યાં ભારત તરત જ પગલાં લઈ શકે છે અને બદલતી પરિસ્થિતિમાંથી ફાયદો મેળવી શકે છે. જો ચીનથી બહાર નીકળવું કે ચીન સિવાય વિસ્તરણ કરવું એ વિવશતા હોય તો બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારત જેવા કદ અને બજાર જેવડો બીજો દેશ પસંદ કરશે. વિદેશી રોકાણકારોને આવકારવા માટે કેન્દ્ર સરકારની પ્રતિભાવ આપવાની ક્ષમતા, છેલ્લે સુધી જોડાણ સુનિશ્ચિત કરવાની રાજ્ય સરકારોની ક્ષમતા આવનારા મહિનાઓમાં મોદી સરકાર માટે મહત્ત્વનો લિટમસ ટેસ્ટ સાબિત થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોગચાળા સામે લડવા માટે સંકલિત ક્ષેત્રીય અને વૈશ્વિક રણનીતિઓ શોધવા સાર્કથી જી-20 સહિતના સમૂહો દ્વારા સક્રિય પ્રતિભાવ દ્વારા યોગ્ય રાજદ્વારી અવાજ ઊઠાવ્યો છે. કેટલાક એમ કહી શકે કે અમેરિકા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાઇડ્રૉક્સિક્લૉરૉક્વીન સહિતની ચોક્કસ મહત્ત્વની મેડિકલ ચીજોની નિકાસ પર પ્રતિબંધ ઉઠાવવા દબાણ હેઠળ તેમણે ઝૂકવાનું પસંદ કર્યું. “આપણે આંધળી રીતે ચીજો પર પ્રતિબંધ ન મૂકી શકીએ કારણકે છબિ મહત્ત્વની છે. જો કેટલીક ચીજો અહીં અને ત્યાં મોકલવામાં આવે જેનો ફાયદો થતો હોય તેમજ વૈશ્વિક સદભાવના મળતી હોય જેમાં ઘર આંગણે પ્રાપ્યતાને કોઈ મોટો ફરક ન પડતો હોય તો તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. આ વ્યવહારુ સરકાર છે.” તેમ એક વરિષ્ઠ નિવૃત્ત રાજદ્વારીએ કહ્યું હતું.
2004ના ડિસેમ્બરમાં જ્યારે ઘાતક સુનામીએ હાજરો લોકોના જીવ લીધા હતા ત્યારે પડોસી દેશોને મદદ કરવામાં ભારત પહેલું હતું અને તેણે એચએડીઆર (માનવીય સહાય અને આપત્તિ રાહત)માં નેતૃત્વ કરવાની તેની ક્ષમતા દેખાતી હતી. તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે તે વખતે વિદેશી સહાય લેવા ના પાડી દીધી હતી અને તેને વધુ વિનાશનો ભોગ બનનાર અને નાના રાષ્ટ્રોને આપવા માટે જણાવ્યું હતું અને આ રીતે ભારત કટોકટીમાં આત્મનિર્ભર રહી શકે છે તેવો સંકેત આપ્યો હતો. તે પછી આવેલી કુદરતી આપત્તિઓથી લઈને યમન સહિત જ્યાં સંઘર્ષ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ છે તેમાં લોકોને ઉગારીને લઈ આવવા જેવી બાબતોમાં ભારતે વૈશ્વિક સદ્ભાવના અને વિશ્વસનીયતા મેળવી છે કે તે જરૂરિયાતના સમયે પડખે ઊભું રહેનાર છે. ફ્રાન્સ સાથે આંતરરાષ્ટ્રીય સૌર મોરચો બનાવવામાં વડા પ્રધાન મોદીના નેતૃત્વએ આબોહવા પરિવર્તન તેમજ વૈશ્વિક ઉષ્ણતામાં વધારા જેવા તમામ દેશોને સ્પર્શતા પ્રશ્નો પર દેશની ગંભીરતા દર્શાવી હતી.
આમ છતાં, કૉવિડ-19 પછીના યુગમાં જ્યાં ચીનની એશિયાઈ કે વૈશઅવિક નેતૃત્વ માટેની નૈતિક સત્તા પ્રશ્ન હેઠળ છે, ત્યારે ભારતે તે વૈકલ્પિક વૈશ્વિક મહાસત્તા ધરીનું નેતૃત્વ કરી શકશે કે કેમ અને તે કરવા માગે છે કે કેમ તે મુદ્દે વધુ વાસ્તવવાદી અને કટિબદ્ધ બનવાની જરૂર છે. "જો ચીન થોડા સમય માટે ધીમું પડે તો પણ આવનારાં સપ્તાહો અને દાયકાઓમાં ચીન આર્થિક અને સૈન્ય શક્તિ તરીકે વિકસવાનું ચાલુ જ રહેશે. ચીનને જોકે વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠાની સમસ્યાઓનો સામનો કરવો પડશે. અમેરિકા-ચીન વેપાર અને ટૅક્નૉલૉજી યુદ્ધ આવનારા સમયમાં વધુ તીવ્ર બનશે. ભારત અને અન્ય અનેક દેશો આ આગમાં સપડાશે." તેમ બમ્બાવાલેએ કાર્નેગી ઇન્ડિયા વર્ચ્યુઅલ સેમિનારમાં કહ્યું હતું.
કૉવિડ પછીના યુગમાં ભારતને વિસ્તારાયેલી સુરક્ષા પરિષદમાં નિષેધાધિકાર સાથે સ્થાયી સભ્ય પદ મળશે તેમ માનવું વધુ પડતું છે. મોટા ખેલાડી તેમના વિશેષાધિકાર અને સત્તા સરળતાથી નહીં મૂકે સિવાય કે મહામારી લાંબી ચાલે અને ભારે આફત થાય અને ખૂબ જ ભય ફેલાય જાય કે ત્રીજું વિશ્વ યુદ્ધ મોટા પાયે ઝળૂંબે. અમેરિકનો પોતે જ વેન્ટિલેટર જેવી મેડિકલ ડિવાઇસના ઉત્પાદન અને શોધને ઝડપી બનાવી રહ્યા છે. પોતાને પાછું હટાવી નથી રહ્યું પરંતુ તેના વૈશ્વિક બોજાને ફરીથી ગોઠવી રહ્યું છે. જો તે મધ્ય પૂર્વમાંથી ચાલ્યું જાય તો તે દક્ષિણ-પૂર્વ એશિયામાં ઘણું કરી શકે તેમ છે." તેમ અગ્રણી રણનીતિ વિચારક ડૉ. સી. રાજામોહને વેબિનારમાં કહ્યું હતું. તેમણે દલીલ કરી હતી કે અમેરિકા હવે વિશ્વ સત્તા નથી રહી તેમ કહેવું પણ વહેલું પડતું છે. પરંતુ ચીનને આર્થિક રીતે જુદું પાડવા અથવા તેના ક્ષેત્રીય અતિક્રમણને ખાળવા અમેરિકાને જાપાન અને ભારતની વધુ જરૂર પડશે. ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા સાથે ચતુર્ભુજ સુરક્ષા સંવાદ આગામી સમયમાં અગત્યનો સમૂહ રહેશે. પરંતુ ભારતનું વૈશ્વિક ભાવિ તેના ઘરેલુ વિકાસની ગાથા સાથે જોડાયેલી છે.
ભારતે એઆઈ, ડિજિટલ ટૅક્નૉલૉજીમાં મૂડીરોકાણ કરવું પડશે, નવા દ્વિપક્ષીય અને ક્ષેત્રીય વેપાર વ્યવસ્થાઓ તરફ જોવું પડશે અને જૈવિક તબીબી અને જૈવિક ટૅક્નૉલૉજી જેવાં ક્ષેત્રોમાં શોધ અને વેપાર ભાગીદાર બનવા કામ કરવું પડશે. આગળ રહીને નેતૃત્વ કરવાની ભારતની ક્ષમતા તેનાં ખિસ્સાં કેટલાં ઊંડા છે તેના પર પણ આધાર રાખશે અને તે સંયુક્ત રાષ્ટ્રોથી લઈને નાના દેશો, મિત્રો અને ભાગીદારો પર ખર્ચ કરી શકે છે તેના પર પણ આધાર રાખશે. જેમ સુનામી પછીની પરિસ્થિતિની જેમ ભારત માહિતી વિનિમય માટે અગાઉ ચેતવણી આપતાં કેન્દ્રો ઊભાં કરવામાં તેમજ જન આરોગ્ય પડકારો પર પ્રતિબદ્ધ ડૉક્ટરો અને સંસાધનો સાથે કટોકટી સમયની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં પણ નેતૃત્વ લઈ શકે છે. પરંતુ શું ભારત જ્યાં જરૂર છે ત્યાં નાણાં મૂકી શકશે? સારા ઈરાદા વૈશ્વિક નેતૃત્વ તરફ દોરી જતા નથી." તેમ એક પૂર્વ ભારતીય રાજદ્વારીએ યાદ અપાવ્યું.
ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાનાં આ ૭૦મા વર્ષમાં, બંને એશિયાઈ સત્તાઓએ કોરોના કટોકટી વચ્ચે સહકારનો સંકેત ચાલુ રાખ્યો છે. પરંતુ કૉવિડ પછીની પરિસ્થિતિમાં વધનાર આંતરરાષ્ટ્રીય સંઘર્ષમાં વૈશ્વિક રાજકીય ચેસની રમતમાં હાથી અને ડ્રેગન ક્યાં છે તે જોશે. રૉબર્ટ ડી. કલ્પને તેમના પ્રસિદ્ધ પુસ્તક 'રિવેન્જ ઑફ જ્યોગ્રોફી'માં લખ્યું છે, "અમેરિકા અને ચીન મહા સત્તા હરીફ બનશે તેમ 21મી સદીમાં ભારત કઈ તરફ ઝૂકે છે તે યુરેશિયામાં ભૂરાજકારણનો રસ્તો નક્કી કરશે. અન્ય શબ્દોમાં, ભારત છેવટે ધરી પરનું રાજ્ય બની રહેવાનું છે."
-સ્મિતા શર્મા