ન્યૂઝ ડેસ્કઃ રાત્રે ઓછા કપડામાં સૂઈ જવું એ હજુ પણ આપણા જીવનમાં સામાન્ય વાત નથી. આપણો ઉછેર એ રીતે થયો હોય છે, જેથી કરીને આપણને ઓછા કપડામાં સૂઈ જવું અસામાન્ય લાગે છે. આ પાછળનું મુખ્ય એક કારણ એ છે કે, આપણો ઉછેર મોટા પરિવારમાં થયો હોય છે. રાત્રે કપડાં પહેરીને સૂઈ જવું અથવા ઓછા કપડાં પહેરીને સૂઈ જવું એ વ્યક્તિ ઉપર આધાર રાખે છે. જો સૂતી વખતે અંડરવેર નહીં પહેરો તો તેના ફાયદા ઘણાં છે. જો તમને યોનિમાર્ગને લઈને કોઈ સમસ્યા છે, તો આ પગલું તમારા માટે ફાયદાકારક નિવડશે.
જનનાંગોને હવા મળવી જરુરી છે
- જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે જો તમે પહેરેલા કપડાંને લીધે જનનાંગો પર અસ્વસ્થતાનો અનુભવ થાય છે.
- સિન્થેટિક ફેબ્રિકને લીધે યોનિમાર્ગમાં સમસ્યા ઉભી થઈ શકે છે.
- યોનિમાર્ગ પ્રવાહી મુક્ત કરીને સ્વયં સાફ થાય છે, જે લગભગ આખો દિવસ અન્ડરવેરને ભીનું રાખે છે.
- મહત્વનું છે કે, કોઈ ઈન્ફેક્શન ના લાગે તેની કાળજી લેવી જરુરી છે.
જલ્દી સૂવામાં મદદરુપ
- જો તમે અંડરવેર પહેર્યા વગર સૂઈ જશો, તો ઉંઘ જલ્દી આવશે.
- નેશનલ સેન્ટર ઓફ બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન (એનસીબીઆઈ) દ્વારા કરવામાં આવેલા 2012ના અધ્યયનમાં બહાર આવ્યું છે કે, જો શરીરનું તાપમાન વધારે હશે તો થાક પણ લાગશે અને ઉંઘની ગુણવત્તા પર તેની અસર થશે.
- જો તમે અંડરવેર નિકાળીને સૂઈ જશો તો ઉંઘની ગુણવત્તામાં સુધારો થશો.
ઈન્ફેક્શમાં ઘટાડો થાય છે
- જ્યારે આપણે ફેબ્રિકના બનેલા અંડરગારમેન્ટ્સ પહેરીએ છીએ ત્યારે ગુપ્ત અંગો સુધી બરોબર હવા જતી નથી.
- નિષ્ણાતો કહે છે કે, તેના લીધે યોનિમાર્ગમાં બેક્ટિરિયા ઉત્પન્ન થવાની સંભાવના વધી જાય છે.
- જનનાંગો સુધી હવા જવી જરુરી છે.
- અંડરવેર વિના સૂઈ જવાથી ત્વચાનો ચેપ થવાની સંભાવના ઘટી જાય છે.
- તમે પાયજામો અથવા સ્કર્ટ પહેરીને સૂઈ શકો છો.
એલર્જીની સંભવાના ઘટાડે છે
- રાતના સમય વખતે યોનિનો સ્પર્શ અંડરવેર સાથે થતો નથી.
- અંડરવેર વોશિંગ પાવડરના કેમિકલથી ધોવામાં આવે છે. જો તમે રાતે અંડરવેર પહેરીને સૂઈ જશો તો યોનિમાં એલર્જી થવાની સંભાવના છે.
- રાતે અંડરવેર વિના સૂઈ જવાથી યોનિમાં એલર્જી થવાની સંભાવના ઘટી જાય છે અને ત્વચા રોગને પણ ટાળી શકાય છે.