ETV Bharat / bharat

સીધુ વિદેશી મૂડીરોકાણ કેમ વધતું નથી?

author img

By

Published : Feb 17, 2020, 11:33 PM IST

નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે લોકસભામાં બજેટની ચર્ચા વખતે સંતોષ વ્યક્ત કર્યો હતો કે મંદીની સ્થિતિ સુધરી છે. બે મહિના પહેલાં જ તેમણે કહ્યું હતું કે મંદી જેવું કશું છે જ નહિ. સીધા વિદેશી મૂડિરોકાણ સહિતના સારા ચિહ્નો જોઈને તેઓ હવે ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

સીધુ વિદેશી મૂડીરોકાણ કેમ વધતું નથી?
સીધુ વિદેશી મૂડીરોકાણ કેમ વધતું નથી?

છેલ્લા કેટલાક સમયથી CAG, RBI, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ (CSI) અને વિશ્વ બેન્ક સહિતની અગત્યની સંસ્થાઓ ઘટી રહેલા વિકાસ દરની ચેતવણી આપતી હતી. વાહન, ઉર્જા, કુદરતી ગેસ, કૃષિ અને બાંધકામના ક્ષેત્રમાં મંદીને કારણે ચેતવણીઓ આપવામાં આવી હતી. સરકારે તેને ધ્યાનમાં લીધી નહોતી. હવે તેને સુધારવા માટેના પ્રયાસો આદર્યા છે અને એવું ધારીને સરકાર બેઠી છે કે તેના સારા પરિણામો આવી રહ્યા છે. નાણાં પ્રધાને કહ્યું કે એપ્રિલથી નવેમ્બર 2019 દરમિયાન એફડીઆઈ 24.2 કરોડ ડૉલર (7,133 કરોડ રૂપિયા) આવી, જે ગયા વર્ષના 3 અબજ કરતાં ઓછી છે.

2019 દરમિયાન એફડીઆઈ મેળવનારા ટોચના 10 દેશોની યાદી સંયુક્ત રાષ્ટ્રસંઘે હાલમાં જ બહાર પાડી છે. તેમાં પ્રથમ ત્રણ સ્થાને અમેરિકા, ચીન અને સિંગાપોર છે. ત્યારબાદના સ્થાને બ્રાઝીલ, યુકે, હૉંગ કૉંગ અને ફ્રાન્સ આવે છે. ભારતનું સ્થાન તે પછી આઠમું છે. અમેરિકાને મળ્યું છે તેના કરતાં 1/5મા ભાગનું રોકાણ ભારતને મળ્યું છે. ભારત કરતાં ચીનને ત્રણગણું વધુ સીધુ વિદેશી મૂડીરોકાણ મળ્યું છે. આમ છતાં નાણાં પ્રધાન રાજીપો વ્યક્ત કરતાં હોય તે નવાઈ પમાડે તેવું છે!

છેલ્લા 20 વર્ષના આંકડાં જોઈએ તો સૌથી વધુ FDI જાન્યુઆરીથી ડિસેમ્બર 2016 વચ્ચે આવી હતી. તે સ્તરે પહોંચવામાં સરકાર નિષ્ફળ ગઈ તે પછી છ મહિના પહેલાં કેટલાક સુધારા જાહેર કરાયા હતા. કે વખતે કોલસાની ખાણ, કોન્ટ્રેક્ટથી ઉત્પાદન તથા સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100% FDIની મંજૂરી આપવામાં આવી હતી. તેના કારણે કેટલો ફાયદો થાય છે તે જોવાનું રહે છે. સંરક્ષણ અને એરોસ્પેસમાં પણ FDIની મજૂરી અપાઈ છે, પણ છેલ્લા પાંચ વર્ષમાં માત્ર 1800 કરોડનું રોકાણ આવ્યું છે.

લક્ષ્યાંક શા માટે હાંસલ નથી થતા તેના પર વિચાર કરવાના બદલે સરકાર વધુ પડતા આત્મવિશ્વાસમાં ઉપેક્ષા દાખવીને દેશના લાંબા ગાળાના હિતને નુકસાન કરી રહી છે. બાંગ્લદેશમાં 2018ની સરખામણીએ 2019માં FDIનો પ્રવાહ ઘટ્યો છે. પાકિસ્તાનમાં પણ તેમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સમગ્ર રીતે દક્ષિણ એશિયાનો વિચાર કરીએ તો ભારતમાં FDIમાં થોડો વધારો થયો છે, પણ લક્ષ્યાંકથી ઘણો નીચે છે. ભારત 5 લાખ કરોડ ડૉલરના મૂડીરોકાણ સાથે 8%નો વિકાસ દર હાંસલ કરવા માગતું હતું, તે થઈ શક્યું નથી.

સીધા વિદેશી મૂડીરોકાણ મેળવવાની બાબતમાં વિશ્વમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવવા માટે ભારતે વિચારપૂર્વકની નીતિ તૈયાર કરવી પડશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) જણાવે છે કે સ્કીલનો અભાવ, શ્રમ બજાર અને આરોગ્યની ખરાબ સ્થિતિને કારણે ભારત પાછળ પડી રહ્યું છે. આના પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે કઈ જગ્યાએ ઉપાયો કરવાની જરૂર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર મહિના પહેલાં બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમ (ન્યૂ યોર્ક)માં ભારતને મૂડીરોકાણ માટે ઉત્તમ તકો સાથે આકર્ષક સ્થાન તરીકે રજૂ કરવા ખૂબ પ્રયાસો કર્યા હતા. જોકે વહિવટીતંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં પહેલ ના કરવાના કારણે ઘણા સવાલો હજીય ઊભા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) જણાવ્યું છે કે ભારત કેટલીક પાયાની સમસ્યા હલ કરવા કોશિશ કરી રહ્યું છે, પરંતુ તેની સામે હજીય ઘણા પડકારો રહેલા છે.

સમસ્યાના ઝડપી નિવારણ માટેની વ્યવસ્થાના અભાવને કારણે ભારત ઇન્ટરનેશનલ કમ્પિટિટિવ ઇન્ડેક્સમાં 30 ગુણાંક પાછળ ગયું છે. ફેવરેબલ કૉમર્સના પાયા પર ભારતે આગલ વધીને 63મી રેન્ક પ્રાપ્ત કરી, પરંતુ આ પછાતપણું હજીય નડી રહ્યું છે. ન્યૂ ઝિલેન્ડમાં મિલકતનું રજિસ્ટ્રેશન કલાકોમાં જ થઈ જાય અને વેપાર શરૂ કરવા માટેની પ્રક્રિયા અડધા દિવસમાં પૂર્ણ થઈ જાય છે. ભારતમાં તેની સામે મિલકતનું રજિસ્ટ્રેશન કરાવવામાં જ 154 દિવસ લાગી જાય છે અને વેપારી પ્રવૃત્તિ શરૂ કરવા માટે મંજૂરીઓ મેળવવામાં 136 દિવસો લાગી જાય છે.

ભ્રષ્ટાચાર, વીજળી અને વાહનવ્યવહારની બાબતમાં રહેલી સમસ્યા વિશે ફોર્બ્સના અહેવાલમાં ધ્યાન દોરાયું છે, પણ તેમાં પાયાના સ્તરે કશું કામ થયું નથી. 2024-25 સુધીમાં 100 લાખ કરોડ રૂપિયા માળખાકીય સુવિધા માટે ખર્ચવાના છે, પણ તેના માટે ભંડોળ ઊભું કરવા માટેના પ્રયાસોનો પ્રારંભ પણ થયો નથી.

સિંગોપાર અને હૉંગ કૉંગ વચ્ચે રોકાણકારોને આકર્ષવા માટે ભારે સ્પર્ધા ચાલી રહી છે. તે માટે ઝડપી પરવાના અને પારદર્શી નિયમો રાખવામાં આવ્યા છે. તેની સામે ભારતમાં હજીય અમલદારશાહીનું નડતર મૂળિયા નાખીને પડેલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ નડતરરૂપ સમસ્યાઓને દૂર નહિ કરે ત્યાં સુધી સીધા વિદેશી મૂડિરોકાણના પ્રવાહને વણથંભ્યો કરવો મુશ્કેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.