નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું કે, ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીનું 23 જૂન 1953ના રોજ રહસ્યમય રીતે અવસાન થયું હતું, ખંડિત ભારતની અખંડિતતા માટેનું પહેલું બલિદાન મુખર્જીનું હતું.
જે.પી.નડ્ડાએ વધુમાં કહ્યું કે, પટનામાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જીને કહ્યું હતું કે, હું પરમિટ રાજ તોડવા જમ્મુ-કાશ્મીર જઈશ. જમ્મુ કાશ્મીર સરહદ પહોંચતા જ તેની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી કાશ્મીરમાં ઇનર લાઇન પરમિટની વિરુદ્ધ હતા અને સૂત્ર હતું કે, 'એક દેશમેં દો નિશાન, દો વિધાન ઔર દો પ્રધાન' કામ કરશે નહીં. ત્યારબાદ કલમ 370ને અસ્થાયી જોગવાઈઓ સાથે લાદવામાં આવી હતી. પરંતુ શેખ અબ્દુલ્લાના ઇરાદા જુદા હતા અને નહેરુજી તેને સમર્થન આપી રહ્યા હતા.
જે.પી.નડ્ડાએ કહ્યું કે, જ્યારે જનસંઘની સ્થાપના થઈ ત્યારે, ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને સંસ્થાપક પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં જ ડૉ. મુખર્જીએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાનો વિરોધ કર્યો. પરંતુ ત્યારે, નહેરુ જી અને શેખ અબ્દુલ્લા વચ્ચે કોઈ બીજી વાત જ ચાલતી હતી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, નહેરુ લિયાકત સમજૂતીમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, બંને દેશો ત્યાંની લઘુમતી સંખ્યાની ચિંતા કરશે. ડો.મુખર્જીએ કહ્યું કે, ભારતમાં મુસ્લિમો સંપૂર્ણ આદર સાથે જીવે છે. પરંતુ પાકિસ્તાનમાં લઘુમતીઓને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ કરારમાં દેશનું હિત નથી. આઝાદી પછી, આસામ અને પંજાબનો મોટો હિસ્સો જવાનો હતો. ડો.શ્યામા પ્રસાદ મુખર્જીએ બંગાળ, પંજાબ અને આસામને મોટું આંદોલન કરીને બચાવ્યું અને અત્યારે આ રાજ્ય ભારતની ધરતી પર છે. તેમણે કહ્યું કે, શ્યામા પ્રસાદ મુખર્જીએ પ્રધાન રહીને તે પદ પરથી રાજીનામું આપ્યું હતું. કોઈ પદ તેનું લક્ષ્ય ન હતું.