ETV Bharat / bharat

તાજમહેલ અને અન્ય સ્મારકની ઓનલાઇન ટિકિટ સિસ્ટમમાં ફેરફાર - भारतीय पुरातत्व सर्वेक्षण विभाग

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગે તાજમહેલ અને અન્ય સ્મારકની ઓનલાઇન ટિકિટ સિસ્ટમમાં ફેરફાર કર્યા છે. હવે એક સાથે પાંચ ટિકિટ ઓનલાઇન મળી શકશે. આ ટિકિટમાં પ્રવાસીનું નામ અને આઈડી નંબર પણ હશે.

tajmahal
તાજમહેલ
author img

By

Published : Nov 29, 2020, 12:53 PM IST

આગ્રા: ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગે તાજમહેલ અને અન્ય સ્મારકની ઓનલાઇન ટિકિટ સિસ્ટમમાં ફેરફાર કર્યા છે. હવે એક સાથે પાંચ ટિકિટ ઓનલાઇન મળી શકશે. આ ટિકિટમાં પ્રવાસીનું નામ અને આઈડી નંબર પણ હશે. ટિકિટોની બ્લેક માર્કેટિંગ અને પ્રવાસીઓની પરેશાનીને લઇને એએસઆઇએ આ નિર્ણય લીધો છે. એએસઆઈ અધિકારીઓનો દાવો છે કે, આ નવી સિસ્ટમથી ટિકિટોની બ્લેક માર્કેટિંગને અટકાવી શકાશે. પ્રવાસીઓને અપીલ છે કે, તેઓ ઓનલાઇન ટિકિટ બુક કરે અને તાજમહેલ જોવા આવે.

બે શિફટમાં 5000 હજાર પ્રવાસીઓને પ્રવેશ

એએસઆઇએ કોરોના સંક્રમણને કારણે 188 દિવસ તાજમહેલ બંધ રાખ્યો હતો. 21 સપ્ટેમ્બર 2020થી તાજમહેલ અને કિલ્લાઓ પ્રવાસીઓ માટે અનલોક કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણને લઇને બે શિફટમાં 5000 હજાર પ્રવાસીઓને તાજમહેલમાં પ્રવેશ આપવામાં આવશે.

ટિકિટ બનાવતી વખતે આ આઇડી હશે જરૂરી

આગ્રામાં તાજમહેલની મુલાકાતે આવતા પ્રવાસીઓ ઘરેથી જ તાજમહેલની ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકશે. ઓનલાઇન ટિકિટની સાથે પ્રવાસીઓને એન્ટ્રી સમયે પોતાનું આઇકાર્ડ બતાવવું પડશે. ઓનલાઇન ટિકિટ માટે એએસઆઈ વેબસાઇટ અને એપ પર ટિકિટ બનાવતી વખતે આધારકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખકાર્ડ અને અન્ય તમામ ઓળખ કાર્ડના નંબર લખવાના રહેશે. પ્રવાસીનું નામ પણ ટિકિટ પર હશે, જેથી ટિકિટોનું બ્લેક માર્કેટિંગ ન થઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.