ગામડાંમાં ગરીબી નાબુદીના હેતુ સાથે શરૂ થયેલી મનરેગા યોજના હેઠળ ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો હેતુ છે. માગણી પ્રમાણે કામ ના મળે કે વેતનમાં મોડું થાય ત્યારે તેના વળતરની જોગવાઈ પણ કરવામાં આવી છે. આમ છતાં આ જોગવાઈઓનું યથાયોગ્ય પાલન થતું નથી અને તેને સંકુચિત અને ઉપેક્ષા સાથે જોવામાં આવે છે.
આ કાયદાની કલમ 3(1) હેઠળ સરકારે 'અકુશળ મજૂરી કાર્ય કરવા સ્વૈચ્છિક રીતે તૈયાર હોય તેવા પરિવારના દરેક પુખ્ત સભ્યોને 100 દિવસથી ઓછું નહિ એટલું કામ એક નાણાકીય વર્ષમાં આ કાયદા હેઠળ તૈયાર થયેલી યોજનામાં આપવું' જોઈએ.
આ શબ્દો કે 100 દિવસથી 'ઓછું નહિ' સ્પષ્ટ કરે છે કે સંસદે ઓછામાં ઓછા આટલા દિવસ માટેની મજૂરીની ખાતરી સંસદે આપી છે. તેનાથી વધુ દિવસોની રોજગારી આપવા માટેની વ્યવસ્થા સરકાર પર ઉપલબ્ધ સ્ત્રોના આધારે છોડવામાં આવી છે. પરંતુ આ લઘુતમ જોગવાઈને જ સરકાર અને વહિવટી તંત્ર તથા લોકોએ પણ મહત્તમ સમજી લીધી છે. હકીકતમાં 2016-17થી આ યોજના શરૂ થઈ ત્યારથી તેની હેઠળ કુટુંબ દીઠ સરેરાશ 45-50 દિવસોની રોજગારી જ આપવામાં આવી રહી છે. એવું પણ નથી કે વધુ દિવસોની મજૂરી માટેની માગણી હોય, પરંતુ અમલદારશાહી કાયદાની ભાવનાનો અમલ કરવા માગતી જ નથી. કામની માગણી પૂર્ણ થતી નથી અને માગણી 15 દિવસમાં પૂર્ણ ના થાય તો બેકારી ભથ્થું આપવું પડે તે જોગવાઈને ગંભીરતાથી લેવામાં આવતી જ નથી.
એવું પણ નથી કે 100 દિવસ કરતાં વધારે કામ ના થયું હોય, પણ તેવું માત્ર અપવાદરૂપ કિસ્સામાં થાય છે. જેમ કે જાન્યુઆરી 2020માં કેરળમાં પૂર આવ્યું ત્યારે વધારે દિવસો માટે કામ આપવામાં આવ્યું હતું. અહીં કલમ 3(4) વાંચવી જોઈએ, જે જણાવે છે કે 'કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તેની આર્થિક અને વિકાસની ક્ષમતા અનુસાર કુટુંબના દરેક પુખ્ત સભ્ય માટે રોજગારીની ખાતરી માટે, પેટાકલમ (1) હેઠળ નિશ્ચિત કરાયેલી અવધિ કરતાં જરૂર પ્રમાણે વધારે જોગવાઈ કરી શકે છે.' 100 દિવસથી વધુ રોજગારી આપવા માટે સરકારની 'વિકાસ અને આર્થિક ક્ષમતા' જોવાની હોય છે, એટલે કે દેશની આર્થિક સમૃદ્ધિ વધતી જાય તેમ તેમાં વધારો થતો જવો જોઈએ. એમ ના થાય તો અસમતોલ વિકાસ થાય અને ગ્રામીણ વિસ્તારમાં ગરીબીના ટાપુ બનેલા રહે.
આ યોજના શરૂ 2006માં શરૂ થઈ ત્યારે દેશની આર્થિક સ્થિતિ જેવી હતી, તેવી અત્યારે નથી. વિકાસના ફળ ગરીબોને પણ મળે તે વાજબી વાત છે. મનરેગા માટેના બજેટમાં વૃદ્ધિ
દ્વારા તે દેખાઈ આવવું જોઈએ. ઉલટાનું તેમાં તબક્કાવાર ઘટાડો જ થયો છે. 2020-21ના વર્ષના બજેટમાં મનરેગાની ફાળવણીમાં 13% ઘટાડો જ થયો હતો. જોકે આત્મનિર્ભર અભિયાન યોજના હેઠળ વધારાના 40,000 કરોડ રૂપિયા મનરેગા માટે ફાળવાયા છે. પરંતુ હજી સુધી લઘુતમ 100 દિવસની રોજગારીના દિવસો વધારવા માટે કોઈ વિચાર થયો નથી.
રાઈટ ટુ એજ્યુકેશન ઍક્ટ, 2009નો હેતુ પણ તે રીતે મારી નાખવામાં આવ્યો છે. કાયદો થયો તે પહેલાં સર્વોચ્ચ અદાલતે જ 1992માં મોહિની જૈન વિરુદ્ધ કર્ણાટક રાજ્યના કેસમાં જણાવ્યું હતું કે શિક્ષણ મેળવવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે. 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે એવું 1993ના ઉન્ની કૃષ્ણન, જે.પી. વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્યના કેસમાં જણાવાયું હતું. તે વખતે અદાલતે જણાવ્યું હતું કે બંધારણની કલમ 45 મૂળભૂત અધિકારોનો જ દરજ્જો ધરાવે છે.
આવા ચુકાદા પછીય એક દાયકા બાદ સંસદે 86મો બંધારણીય સુધારા કાયદો, 2002 પસાર કર્યો હતો અને કલમ 21A દાખલ કરવામાં આવી હતી. આ કલમ હેઠળ 6થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાની ફરજ રાજ્યો પર નાખવામાં આવી હતી. તે પછી બીજા 8 વર્ષે સંસદે શિક્ષણનો કાયદો ઘડ્યો જેને રાઈટ ઑફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન ઍક્ટ, 2009 (RTE Act) કહેવામાં આવે છે.
આ કાયદાની કલમ 12(1)(c) નીચે મુજબની જોગવાઈ ધરાવે છે:
”… તે વર્ગખંડના 25 ટકા સુધીના વિદ્યાર્થીઓ, નબળા અને વંચિત વર્ગોના બાળકોમાંથી હોવા જોઈએ…”
સ્પષ્ટપણે સમજી શકાય છે કે 'ઓછામાં ઓછા' 25% વિદ્યાર્થીઓ હોવા જોઈએ, પરંતુ આ લઘુતમ સંખ્યાને જ શાળાઓમાં અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ 'મહત્તમ' સમજી રહી છે. રાજ્યોએ આ રીતે RTE ક્વૉટા ભરવા માટે દરેક ખાનગી સ્કૂલને જણાવી દીધું છે અને તેની સામે વધારે વિદ્યાર્થીઓની માગણી હોય ત્યારે લૉટરીથી ભરતી કરવામાં આવે. તેથી ઘણા વિદ્યાર્થીઓ પોતાની ઇચ્છા મુજબની શાળામાં પ્રવેશ મેળવી શકતા નથી.
ઉત્તર પ્રદેશના પ્રાથમિક શિક્ષણ વિભાગની વેબસાઇટમાં જણાવાયું છે કે કલમ 12(1)(c) હેઠળ કુલ 2,73,070 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. ખાનગી શાળાઓની કુલ બેઠકોના આ 25 ટકા થયા છે. આ અંદાજ પણ ઓછો છે, કેમ કે શાળાઓ વર્ગખંડમાં ખરેખર કેટલી સંખ્યા છે તેનો સાચો આંકડો છુપાવતી હોય છે. બીજું કે આટલી જગ્યાઓ ભરવી જરૂરી હોવા છતાં આ વર્ષે માત્ર 59,656 વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો છે. ઉપલબ્ધ જગ્યાઓમાંથી પણ માત્ર 22%ને જ પ્રવેશ અપાયો છે.
એડમિશનનો ત્રીજો રાઉન્ડ હજી બાકી છે, પણ આખરી પ્રવેશ પ્રક્રિયા પછી બધી જ જગ્યાઓ ભરાશે તેવું લાગતું નથી. માત્ર લખનૌમાં જ 4,877 વિદ્યાર્થીઓને પ્રવેશ ના અપાયો, કેમ કે 'બેઠકો ભરાઈ ગઈ.' ખરેખર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા બહુ ઓછી હશે, કેમ કે લખનૌની સિટી મોન્ટેસરી સ્કૂલ જેવી ઘણી ખાનગી શાળાઓ ફાળવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી જ નથી. સમગ્ર પ્રક્રિયા બંધારણ હેઠળ બાળકોને શિક્ષણના અધિકારનો ભંગ કરનારી છે.
RTE Actના ભંગ ઉપરાંત કલમ 21Aની જોગવાઈનો પણ ખુલ્લેઆમ ભંગ થાય છે, કેમ કે તેની હેઠળ રાજ્યોએ મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનું હોય છે. RTE Act હેઠળ જે વિદ્યાર્થીઓને પ્રવેશ ના મળ્યો હોય તેમના માટે ભણતરની વ્યવસ્થા કરવી એ રાજ્યોની બંધારણીય ફરજ બને છે. શું બાળકોના મૂળભૂત અધિકારનો નિર્ણય એવી રીતે લોટરીથી કરવો જોઈએ?
ટૂંકમાં રાજ્ય સરકારોએ સંસદે કરેલા કાયદાનો શબ્દો અને ભાવનામાં અમલ થાય તે જોઉં જોઈએ. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, દરજ્જો અને તકની સમાનતા અને દરેક વ્યક્તિનું સન્માન જળવાઇ તેવી બંધારણના આમુખમાં વ્યક્ત થયેલી ભાવનાને જાળવી રાખવા માટે રાજ્ય સરકારોએ કાયદાઓનું યોગ્ય અમલીકરણ કરવું જોઈએ. એમ ના થાય તો આમુખની આ ભાવના માત્ર કાગળ પર જ રહી જશે.
- અનુરાગ સિંહ, (LLB વિદ્યાર્થી, લખનૌ યુનિવર્સિટી) અને સંદીપ પાંડે (સામાજિક-રાજકીય કાર્યકર)
લઘુતમને જ્યારે મહત્તમ માની લેવામાં આવે - સામાજિક સશક્તિકરણ
defaultકોરોનાની બીમારી અને તેની સાથે આવેલી આર્થિક મંદીના સમયમાં આત્મનિર્ભર થવા માટે એકથી વધુ માર્ગે આગળ વધવું પડે અને તેમાં બે અગત્યની બાબતો એટલે શિક્ષણ અને રોજગારી. આ બંને બાબતમાં બે મહત્ત્વના કાયદાઓ નોંધવા જેવા છે - મહાત્મા ગાંધી નેશનલ રુરલ ઍમ્પ્લોયમેન્ટ ગેરન્ટી ઍક્ટ, 2005 (મનરેગા) અને બીજો છે રાઈટ ટુ એજ્યુકેશન ઍક્ટ, 2009. આ લેખમાં વિશ્લેષ રજૂ કરાયું છે કે કઈ રીતે સરકારી તંત્રે તેનું અનર્થકારી અર્થઘટન કરીને સામાજિક સશક્તિકરણના આ બંને પ્રયાસોને નાકામિયાબ બનાવી દીધા છે.