કલકત્તા : પશ્ચિમ બંગાળ સરકારના ઉર્જા પ્રધાન સુજીત બોસ કોરોના સંક્રમિત મળ્યા છે. TMC નેતાના સંક્રમિત મળ્યાની માહીતી તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.સુજીતે કહ્યું કે, " મારામાં કોઇ લક્ષણ નથી...પણ ખબર નહીં હું કેવી રીતે સંક્રમિત થયો..હું ખુબ પાણી પી રહ્યું છું અને તમામ પ્રયાસ કરી રહ્યો છું મને જલ્દ સ્વસ્થ્ય થવું છે. "
મળતી માહીતી મુજબ બોસમાં કોરોનાના સામાન્ય લક્ષણ મળ્યા છે. જણાવી દઇએ કે, બોસ રાજ્યમાં પરત ફરેલા મજૂરોની મદદ કરી રહ્યા હતા.તેઓ રાજ્યના પ્રથમ પ્રધાન છે જેમણે કોરોના સંક્રમણ થયો છે.તેમની કામવાળીમાં પણ કોરોનાના સંક્રમણ મળ્યા હતા.