કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી આજે દક્ષિણ 24 પરગણા જિલ્લામાં અમ્ફાન ચક્રવાતથી અસરગ્રસ્ત એવાં કાકદ્વીપની મુલાકાત લીધી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુક્રવારે પશ્ચિમ બંગાળના ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે હાથ ધર્યો હતો અને પ્રારંભિક રાહત પેકેજ તરીકે રાજ્યને 1000 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
ચક્રવાત અમ્ફાન ત્રણ દિવસ પહેલા દેશના ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર મંડારાઈ રહ્યું છે. પરંતુ વધુ અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે, જ્યાં ખૂબ જ જાનમાલનું નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન 86 લોકોનાં મોત થયાં છે.
આ દરમિયાન મમતાએ રેલવેને પત્ર લખીને ચક્રવાત અમ્ફાનને કારણે 26 મે સુધી મજૂરોની વિશેષ ટ્રેનો ન મોકલવા વિનંતી કરી છે.