ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ: જલપાઈગુડીમાં મજૂરોનેે લઈને જતી બસ પલટી, 15 ઘાયલ - બસ અકસ્માત

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મજૂરોને લઈને જતી એક બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં 15 મજૂરો ઘાયલ થયા હતા. આ બસ અકસ્માત શનિવાર મોડી રાત્રે સર્જાયો હતો.

અકસ્માત
અકસ્માત
author img

By

Published : May 17, 2020, 9:48 AM IST

પશ્ચિમ બંગાળ: જલપાઈગુડી જિલ્લામાં મજૂરોને લઈ જતી બસ પલટી ખાઈ ગઈ હતી. આ બસ અકસ્માતમાં 15 મજૂરો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. આ બસ અકસ્માત શનિવાર મોડી રાત્રે સર્જાયો હતો.

આ બસ અકસ્માત પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના ધુપગુરી બ્લોક હેઠળ મોરંગા ચોપાટી પાસે બન્યો હતો. ઘાયલ થયેલા મજૂરોમાંથી એકની હાલત ગંભીર છે. આ તમામ સ્થળાંતરિત મજૂરો બિહારમાં આવેલી સહુદંગી ઈંટ ફેક્ટરીમાં કામ કરતા હતા.

બધા મજૂરો તેમના વતન કૂચબિહાર પરત ફરી રહ્યા હતા. મજૂરોના જણાવ્યા મુજબ બસ-ડ્રાઈવર નશામાં ધુર્ત હતો. આ અકસ્માત થતાં જ તે નાસી છૂટ્યો હતો. બસમાં કુલ 30 લોકો હતા. ગંભીર રીતે ઘાયલ મજૂરોને બાદ કરતા બાકીના મજૂરોને તેમના મુકામે મોકલવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.