ETV Bharat / bharat

શું તમને ખબર છે કે આ અઠવાડિયું તમારા માટે કેવું રહેશે..! જાણો - ન્યુઝ ઓફ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આગામી અઠવાડિયામાં તેમને શું શું શુભ થશે. તેમજ તમને કેવા પ્રકારના લાભ થશે, તે જાણવા માટે જાણો તમારુ સાપ્તાહિક રાશિફળ.

શું તમને ખબર છે કે આ અઠવાડિયું તમારા માટે કેવું રહેશે..! જાણો

author img

By

Published : Feb 16, 2020, 5:56 AM IST

મેષ: શરૂઆતમાં આપ એકાંત પસંદ કરો પરંતુ ઉત્તરાર્ધમાં આનંદપ્રમોદની પ્રવૃત્તિઅોમા પરોવાયેલા રહો. સપ્તાહ શરૂઆતમાં મિલકત/અસક્યામત ખરીદવા તીવ્ર ઝંખના થાય. જો કે આપ અનેક વિઘ્નોનો સામનો કરશો અને અપેક્ષિત સોદો શોધવામા પણ મુશ્કેલી પડે. આપના વ્યવહારોમા આપે સાવચેત રહેવુ પડે નહીંતર આપના ઉતાવળમા લીધેલા નિર્ણય ભવિષ્યમા બોજ બની શકે છે. પ્રોફેશનલ કાર્યોમાં વધુ પડતો ખર્ચ કે નાણાકીય ખોટ પણ થઇ શકે છે. વેપારની લગતી પ્રવૃત્તિમાં વધુ કાળજી રાખવાની સલાહ છે. એકંદરે ગ્રહોનું બળ પ્રોફેશનલ અને નાણાકીય મોરચે તણાવભર્યો સમય દર્શાવે છે. લાગણીશીલ બનો અને જો આપ સંબંધોમા ના હોય તો આપ એવા પાત્રને મળશો કે જે આપના માટે ખાસ બની રહેશે. વિદ્યાર્થી જાતકોને પૂર્વાર્ધમાં સામાન્ય અભ્યાસમાં મન નહીં લાગે પરંતુ જેઓ ગૂઢ અથવા આધ્યાત્મિક બાબતોમાં રુચિ ધરાવે છે તેમના માટે સારો સમય છે. આ સમયમાં તમે કોઇ ખાસ વ્યક્તિ સાથે મુલાકાતમાં આવો અને આ વિદ્યામાં વધુ આગળ વધો તેવી સંભાવના પણ છે. શરૂઆતમાં થાક, સુસ્તિ વગેરે રહ્યા પછી વિકએન્ડમાં આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. જો ભુતકાળમાં આપને કોઇ બિમારી હોય તો તે આ સમયમાં ફરી ઉથલો મારી શકે છે.

વૃષભ: આ સપ્તાહની શરૂઆત સારી છે પરંતુ મધ્યમાં કોઇપણ નિર્ણય લેતા પહેલાં પરિવારની પ્રાથમિક્તા શું છે તે જાણવું આપના માટે મહત્વનુ છે. ગ્રહોનું બળ આપના માટે સાનુકૂળ રહેશે માટે નિરાશ થવાની જરૂર નથી. તમે કામકાજમાં બૌદ્ધિક પ્રતિભાથી આગળ વધવાની વૃત્તિ રાખશો. ટેકનિકલ કાર્યોમાં જોડાયેલા જાતકોને હાલમાં થોડી મંદીનો સામનો પણ કરવો પડે. આર્થિક બાબતે અનઅપેક્ષિત આર્થિક ભય આપને સતાવે. આવી સ્થિતિમાં તમારા માટે આવશ્યક ખર્ચાઓનું પૂર્વાયોજન કરવું બહેતર રહેશે. વિદ્યાર્થી જાતકોને સારા-નરસી સ્થિતિનો અહેસાસ થશે. અભ્યાસમાં એકાગ્રતા વધારવી. શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી દલીલબાજી અને ડિબેટથી દૂર રહેવું. કોઇની પણ સાથે વાત કરતા પહેલા આપના શબ્દો પર ધ્યાન આપશો. પ્રણયજીવનમા પ્રેમનો સંચાર અને ઉત્સાહ આપના સાથી પ્રત્યેનો આપનો અભિગમ બદલશે અને તમે વધુ આત્મીયતાથી તેમની નીકટ રહેવાનો પ્રયાસ કરશો. મધ્ય ચરણમાં તમારામાં થોડી વિરક્તિ આવી શકે છે પરંતુ વિકએન્ડમાં તમે ફરી સંબંધોમાં નવી ચેતના પુરવામાં સફળ રહેશો. સ્વાસ્થ્ય બાબતે ખાસ કરીને સપ્તાહના મધ્યમાં એલર્જી અને ઋતુ સંબંધિત બિમારીઅોથી સાચવવું પડે. તણાવભરી સ્થિતિ ના ઉદ્દભવે તેની કાળજી રાખશો.

મિથુન: સપ્તાહની શરૂઆતમાં પ્રોફેશનલ મોરચે આપનો આત્મવિશ્વાસ વધુ પ્રબળ બને અને ખાસ કરીને નોકરિયાતો તેમનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી શકશે. શરૂઆતના ચરણમાં તમે આવકના નિયમિત સ્ત્રોતોમાંથી ફાયદો કરી શકશો. ભાગીદારીના કાર્યોમાં આગળ વધવા અથવા નવા કરારો કરવા માટે અત્યારે અતિ ઉતાવળ કરવાનું ટાળજો. આર્થિક બાબતોમાં ખાસ કરીને સપ્તાહના અંતિમ ચરણમાં તમારે નાણાંનું વ્યવસ્થાપન વધુ સારી રીતે કરવું પડશે અન્યથા કોઇ ખોટો નિર્ણય લેવાઇ જાય તેવી સંભાવના છે. ઉચ્ચ અભ્યાસ કરતા જાતકોને જો ક્યાંક અટચણો હશે તો છેલ્લા ચરણમાં અભ્યાસ ફરીથી સામાન્ય બને. આપને ઉચ્ચ અભ્યાસ માટે પણ તકો પુરી પાડશે. પ્રેમસંબંધોમાં કેટલીક દલીલબાજી થઇ શકે છે. જો ઉગ્ર દલીલબાજીને આપ ગંભીરતાથી લેશો તો તેનાથી તણાવભરી સ્થિતિ ઉદ્દભવી શકે છે. સપ્તાહની શરૂઆત અને અંતિમ ચરણમાં આપના ચેતાતંત્ર, આંતરડાં અને સ્નાયુને લગતી તકલીફોથી શારીરિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. પિત્ત વિકાર, લિવર અને બ્લડ શુગરને લગતી બિમારીઅો ફરીથી ઉથલો મારી શકે છે.

કર્ક: સપ્તાહની શરૂઆતમાં તમે સંબંધો પર વધુ ધ્યાન આપશો તેમાં ખાસ કરીને પ્રણયજીવન અથવા દાંપત્ય સંબંધો અને બાળકોને લગતી બાબતોમાં તમે વધુ સમય વ્યતિત કરશો. આપની મોટા ભાગની શક્તિ કૌટુંબિક અને પ્રોફેશનલ જીવન વચ્ચે સંતુલન રાખવા પાછળ ખર્ચાય. લાંબા અંતરના સંપર્કો કે અોનલાઇન પ્રવૃત્તિઅો મારફતે મળેલા પાત્ર સાથે પણ સંબંધોની શરૂઆત કરો તો નવાઇ નહીં. નોકરિયાતોનું પરફોર્મન્સ સારું રહે અને તમે ઉત્સાહ સાથે પોતાના હાથમાં રહેલા કાર્યો પાર પાડી શકો. નોકરીમાં સ્થાનફેરની શક્યતા પણ બનશે. ઉપરીઓ તરફથી અત્યારે બહુ આશા રાખવી નહીં અને તેમની સાથે સંબંધોમાં સુલેહ રાખવાનો વધુ પ્રયાસ કરવો. સપ્તાહના અંતિમ ચરણમાં સહિયારી કામગીરી તમે વધુ સારી રીતે નિભાવી શકશો. વિદ્યાર્થી જાતકો સપ્તાહની શરૂઆતમાં અભ્યાસમાં ઘણું ધ્યાન આપી શકશે. સપ્તાહના મધ્યમાં તમારે સ્વાસ્થ્યપ્રદ આદતોને ચુસ્ત રીતે વળગી રહેવું પડશે. શક્ય હોય તો આખુ ધાન્ય, ફળો, સારી રીતે રાંધેલા શાકભાજી, સૂપ વધુ લેજો અને તેલવાળી ચીજો ઓછી ખાજો જેથી તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું જળવાઈ રહે.

સિંહ: સપ્તાહની શરૂઆતમાં તમને ચિંતન અને મનન કરવાથી વધુ ખુશી અને આનંદ મળશે. અશાંતિ, અધીરાઇ કે ધૂની વર્તન અંગત જીવનમાં વિક્ષેપરૂપ બનશે તેથી શાંતિ સાથે કામ લેવું હિતાવહ છે. વધુ જુસ્સો, ઉત્સાહ અને અધીરાઇના કારણે પ્રાસગિંક તકરાર કે બોલાચાલી થવાની શક્યતા છે. જો કે સમજ કેળવીને સંબંધોને આગામી સ્તર સુધી લઇ જવામાં સફળતા મળશે. સપ્તાહના મધ્યમાં વાયુવિકાર અને એસિડિટીની સમસ્યા પણ અવારનવાર તમને પરેશાન કરશે. શક્ય હોય એટલું વધારે પાણી પીવું અન્યથા પાચન સંબંધિત સમસ્યામાં ઉત્તરોત્તર વધારો થશે. આપને વાણી પર સંયમ રાખવાનો રહેશે. ખાસ કરીને તમારા શબ્દોમાં અહંકારની ભાવના વધુ રહેશે જેના કારણે જાણે-અજાણે પણ કોઈની લાગણી દુભાઈ શકે છે. સપ્તાહના અંતમાં નવી જવાબદારી સંભાળવા માટે સમર્થ બનશો. શરૂઆત થોડી સંઘર્ષપૂર્ણ છે પરંતુ ધીમે ધીમે દરેક મોરચે પાસા સીધા પડવા લાગશે. શક્ય હોય ત્યાં સુધી નાણાં સંબંધિત પ્રવાસ ખેડવાનું ટાળજો કારણ કે તમને ખાસ સકારાત્મક પરિણામ નહીં મળે.

કન્યા: સપ્તાહની શરૂઆતમાં મુસાફરીના યોગ છે પરંતુ ઝડપથી વાહન ન ચલાવવું. હાથમાં લીધેલા કાર્યોમાં ગણતરીપૂર્વક આગળ વધી શકશો અને તમે નિર્ધારિત કરેલા લક્ષ્યો હાંસલ કરીને ઉપરી અધિકારીઓની પ્રશંસા પામશો અથવા વ્યવસાય કરતા જાતકો ક્લાયન્ટ્સ સામે આપની સારી છાપ ઊભી કરી શકશે. સપ્તાહના મધ્યમાં લોકસેવાની ભાવના પ્રબળ થવાથી આપ બીજાને મદદરૂપ થવાના પ્રયાસો પણ કરશો. મહેનતના પ્રમાણમાં સફળતા મળવાથી મનોમન થોડો સંતોષ રહે પરંતુ ખાસ કરીને પારિવારિક સંબંધોનું તમારે સિંચન કરતા શીખવું પડશે અન્યથા કોઇ કારણ વગરની ગેરસમજ તમારી વચ્ચે તણાવ લાવી શકે છે. અંતિમ ચરણમાં સંતાનોને અભ્યાસમાં ઉજાગરા થવાથી તેમનું સ્વાસ્થ્ય નરમગરમ રહેશે. તેમની સાથે કોઇ બાબતે ચર્ચા દરમિયાન વાણી પર અંકુશ રાખવો, અન્યથા નજીવા કારણોસર કોઈની સાથે વાદ-વિવાદમાં ઉતરી જશો. અંતિમ ચરણમાં દાંપત્યજીવનમાં સંવાદિતા જળવાઈ રહેવાથી સુખ અને સંતોષ મેળવી શકશો.અપરિણિતો માટે લગ્‍ન યોગ છે પરંતુ ક્યાંય આ બાબતે વાત ચાલતી હોય તો તેમાં થોડો વિલંબ થઇ શકે છે. વિદ્યાર્થીઓને ઉત્તરાર્ધમાં મહેનત વધારવી જ પડશે.

તુલા: સપ્તાહની શરૂઆતમાં દરેક વાતને આપ વ્‍યવહારુ અભિગમથી વિચારશો. તમારા મોટાભાગના કાર્યોમાં આવક વૃદ્ધિનો વિચાર કેન્દ્ર સ્થાને રહેશે. તમે શરૂઆતમાં વાણીના પ્રભાવથી બીજાને પોતાની વાત મનાવી શકશો અને પોતાના કાર્યો પાર પાડી શકશો. પ્રેમસંબંધોમાં પણ પ્રેમની અભિવ્યક્તિ માટે શરૂઆતનું ચરણ બહેતર પુરવાર થશે. આમ તો તમારું સ્વાસ્થ્ય સારું જ રહેશે તેમ છતાં પણ તંદુરસ્તી જાળવવા માટે કામના પ્રમાણમાં પૂરતો આરામ કરવો, નિયમિત કસરત અને પ્રાણાયામ તેમ જ યોગ કરવા. સપ્તાહના મધ્યનું ચરણ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં પસાર થશે. તમે આપ્તજનો સાથે ક્યાંક ટુંકા પ્રવાસનું આયોજન કરીને તેમાં ખર્ચ કરી શકો છો. જીવનસાથી સાથે નિકટતા માણી શકશો. આયાત- નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે. મોજશોખ, મનોરંજનને લગતા કાર્યોમાં છુટક કામક કરતા જાતકો માટે કમાણીની શક્યતા વધશે. વિદ્યાર્થીઓને અત્યારે અભ્યાસમાં મન લાગશે અને તમે સારી રીતે આગળ વધશો.

વૃશ્ચિક: સપ્તાહની શરૂઆતમાં નોકરિયાતોને શ્રેષ્ઠ કામગીરી બદલ ઉપરી અધિકારીઓ પ્રશંસા કરશે. અગાઉનો થાક અને બેચેની દૂર થતા તમે નવા ઉત્સાહ અને નવા વિચારો સાથે આગળ વધશો. આપ શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે આપના કાર્યો યોજના પ્રમાણે પૂરા કરી શકશો. નાણાંકીય લાભ થાય પરંતુ તમારે નાણાંનું આયોજન કરતા શીખવું પડશે અન્યથા ગમે તેટલી કમાણી કર્યા પછી પણ તમારા હાથમાં મોટી રકમ ના રહે તેવી શક્યતા છે. સપ્તાહની શરૂઆતમાં તમે આત્મનિખાર માટે અથવા સૌંદર્યપ્રસાધનો, વસ્ત્રો, આભૂષણો, પર્સનાલિટિ ડેવલપેન્ટ પાછળ ખર્ચ કરો તેવી શક્યતા વધુ રહેશે. જોકે, આવા ખર્ચ તમને ભારે નહીં પડે કારણ કે તમે પોતાની જાત માટે કરી રહ્યા છો. આપ જીવનસાથીની નિકટતા માણશો. અવિવાહિત જાતકો પ્રિયપાત્ર સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકે તેવી શક્યતા છે. પરંતુ તમારે વાણી સૌમ્ય રાખવી અને શબ્દોમાં પારદર્શકતા રાખવી. અંતિમ ચરણમાં તમે કંઇક નવું કરવા માટે તત્પત રહેશો. કામકાજમાં નવી શરૂઆત અથવા રોજિંદી જીંદગીમાંથી વિરામ માટે ક્યાંક અજાણ્યા સ્થળે ટુંકી મુસાફરીમાં પણ તમે રુચિ લેશો. વિદ્યાર્થીઓને અત્યારે અભ્યાસમાં ખાસ મોટી અડચણો જણાતી નથી. સપ્તાહના મધ્યમાં ડાયાબિટિસ એસિડિટી અથવા નાક-કાન-ગળાની તકલીફ હોય તેમણે ધ્યાન રાખવું પડશે.

ધન: સપ્તાહની શરૂઆતમાં આપ માનસિક પરેશાની અનુભવશો. જો પૈસાની અગાઉથી જોગવાઈ નહીં રાખી હોય તો નાણાંભીડ પડશે. શક્ય હોય તો કોઈની પાસે હાથ ન લંબાવતા. કામકાજમાં તમે ઓછુ મન લગાવી શકો. શરૂઆતમાં સંબંધો બાબતે પણ તમે ચિંતિત રહેશો. આવી સ્થિતિમાં આત્મમંથન કરવાથી તમને ફાયદો થશે. સપ્તાહના મધ્યમાં કોઈ પ્રકારે અગાઉ કરેલા રોકાણમાંથી લાભ થવાની શક્યતા છે. કેટલાક કાર્યોમાં ધાર્યું પરિણામ મળતા આપનો આત્‍મવિશ્વાસ વધશે. મનોરંજન પાછળ ખર્ચ થશે. તમે પોતાની જાત માટે પણ ખર્ચ કરી શકો છો. નાણાંકીય સ્થિતિ સકારાત્મક થશે. છેલ્લા ચરણમાં તમને કમાણી વધારવા માટે ઉત્તમ તકો મળી શકે છે. મહેમાનો અને મિત્રો સાથે પાર્ટી પિકનિક અને સહભોજનનું આયોજન થશે. નવા કપડાં, ઘરેણાં અને વાહનની ખરીદીના યોગ છે. વિદ્યાર્થીઓને શરૂઆતમાં અભ્યાસમાં મજા નહીં આવે. સ્વાસ્થ્ય બાબતે પહેલા ચરણમાં થોડી સુસ્તિ અને બેચેનીને બાદ કરતા મોટાભાગે આરામથી સમય પસાર કરી શકશો.

મકર: નોકરિયાતો પર ઉપરી અધિકારીઓ મહેરબાન રહેશે અને તેમની કૃપાથી તમે કોઇ જવાબદારી મેળવો અથવા તમારું સન્માન થાય તેવી શક્યતા છે. સામે પક્ષે, વેપાર-ધંધામાં પણ ઉજળા દિવસો દેખાય છે. તમે તમારા કાર્યમાં વધુ મહેનત કરશો અને ભવિષ્યમાં તેનો સારો લાભ મળશે. નોકરી કે ધંધામાં ગળાકાપ સ્પર્ધાનો સામનો કરવા માટે તમે સમર્થ બનશો. તમને નવું કાર્ય શરૂ કરવાની પ્રેરણા મળે. સપ્તાહના મધ્યમાં નિર્ણયો લેવામાં થોડી અનિશ્ચિતતા રહે અથવા કામમાં મન ઓછુ લાગે પરંતુ છેલ્લા ચરણમાં તમે ફરી પોતાના અસલ મૂડમાં આવીને કામ કરશો. કુટુંબમાં સુલેહપૂર્ણ વાતાવરણ જળવાઈ રહેતા આપ પ્રસન્ન રહેશો. નવા ફર્નિચરથી ઘરની શોભા વધારશો. પ્રેમસંબંધોમાં તમારા સાથીનો સંગાથ માણી શકો પરંતુ ખાસ કરીન સંબંધોમાં વધુ આધીપત્યની ભાવના છોડજો. દાંપત્યજીવનમાં ઉત્‍કટ પ્રેમની અનુભૂતિ થશે. અવિવાહિત જાતકોને યોગ્ય પાત્ર સાથે મુલાકાત થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે સારો સમય હોવાથી અભ્યાસમાં રુચિ વધશે. જોકે, સપ્તાહના મધ્યમાં થોડા અવરોધો આવી શકે છે. સપ્તાહના મધ્યમાં બેચેની અને સ્ફુર્તિનો અભાવ વર્તાય તેવી શક્યતા છે.

કુંભ: પ્રોફેશનલ મોરચે સપ્તાહની શરૂઆતમાં તમારી સક્રિયતા ઘણી વધારે રહેશે. આપે મહત્‍વપૂર્ણ બાબતોમાં નિર્ણય લેવો પડશે. અરે, ફક્ત નિર્ણય લેવાથી કામ નહીં બને પરંતુ તે નિર્ણયનો અમલ પણ બરાબર થાય તે સુનિશ્ચિત કરવું પડશે. આપને યોગ્ય રીતે કામ કરતા આવડે તો આપ સફળતાની છલાંગો ભરી શકશો. નોકરિયાત વર્ગને ઓફિસમાં બૉસ સાથે સારા સંબંધો રહેશે તેમજ પોતાના કામના જોરે ઓફિસમાં પ્રભાવ પાડી શકશો. સપ્તાહના મઘ્યમાં પ્રિયજન સાથે આપ સુખશાંતિથી સમય પસાર કરશો. ખાસ કરીને પ્રિય પાત્ર સાથે રોમાંસની પળો માણવા માટે અનુકૂળ સમય છે. આપ પ્રિય પાત્ર માટે શૃંગાર પ્રસાધનોની ખરીદી કરશો. ભણતરમાં એકાગ્રતા ઓછી રહેવાથી પરીક્ષાઓની તૈયારીમાં વધુ સમય આપવો પડશે. સપ્તાહના મધ્યમાં સ્થિતિ થોડી સુધરશે પરંતુ અંતિમ ચરણમાં તમને અભ્યાસમાં મજા નહીં આવે. છેલ્લા ચરણમાં સ્વાસ્થ્યની પણ કાળજી લેવી જરૂરી છે. અનિદ્રા ઉપરાંત થાક અને બેચેની વધી શકે છે.

મીન: વેપારમાં આર્થિક લાભના યોગ છે. આપને વિવિધ ક્ષેત્રે લાભ અને યશકીર્તિ પ્રાપ્‍ત થશે. વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં કાર્યબોજ વધારે રહેશે અને આપ તમામ મોરચે લડવામાં સતત વ્યસ્ત રહેશો પરંતુ તમારા પ્રયાસોનું આર્થિક ફળ મળતું હોવાથી તમારો જુસ્સો ઓછો નહીં થાય. આ સમયમાં આપને માતાથી લાભ મળી શકે છે. કામકાજમાં કોઇ પરિવર્તન અંગે આપના મનમાં વિચારો સતત બદલાતા રહેશે માટે તેને અંકુશમાં રાખવા. અનેક લોકોને મળીને આપ વિચારોનું આદાનપ્રદાન કરી શકશો. જાહેરક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થાય. વાહન સુખ મળવાની શક્યતા છે. પ્રેમસંબંધોમાં આગળ વધી શકશો. સ્‍નેહી અને પ્રિયપાત્રોને મળવાના પ્રસંગો ઊભા થાય તેમની સાથે સારાં ભોજનનો સ્વાદ માણી શકશો તેમ જ નજીકના રમણીય સ્થળની મુલાકાત લેવાનું પણ બની શકે છે. વિદ્યાર્થીઓને શરૂઆતના ચરણમાં ઉચ્ચ અભ્યાસમાં સારી સફળતા મળી શકે છે. તમે ધીમી પરંતુ એકધારી ગતિ આગળ વધવાની નીતિ રાખશો. સ્વાસ્થ્ય બાબતે સ્‍ફુર્તિ અને તાજગીનો અનુભવ કરી શકો. જોકે, કમરમાં દુખાવો, આંખોમાં બળતરાની ફરિયાદ થઇ શકે છે.

Intro:Body:

done

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.