મેષ: આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર પડશે. વ્યવસાયમાં પણ યોજનાઓ ઘડી શકો. પરોપકાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. આરોગ્ય જળવાય. સતત જનસંપર્કમાં રહેવાનું થાય. બીમાર વ્યક્તિને તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભ થવાની આશા રાખી શકો. હરીફો સામેની લડાઇમાં આજે તમારી જ જીત છે.
વૃષભ: મહેનતના પ્રમાણમાં અલ્પ પરિણામ મળે છતાં આપ નિષ્ઠાપુર્વક કામ આગળ વધારશો. આપના વિસ્તારોની વિશાળતા અને વાણીની મીઠાશ અન્ય લોકોને પ્રભાવિત કરશે અને તે દ્વારા લાભ મેળવી શકશો. મૃદુવાણી નવા સંબંધો બાંધવામાં સહાયરૂપ બનશે. કલા તેમજ વાંચનમાં લેખનમાં આપની રૂચિ રહેશે. વિદ્યાભ્યાસ માટે અનુકૂળ સમય છે. બહારનું ખાવાનું ટાળવું નહિ તો પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે.
મિથુન: વધુ પડતી લાગણીશીલતા આપના મનને આળું બનાવશે. ખાસ કરીને જળાશય અને સ્ત્રીવર્ગથી ચેતતા રહેવું પડે. મનની પરિસ્થિતિ ડામાડોળ રહેવાના કારણે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો અથવા યોગ્ય તજજ્ઞ વ્યક્તિના માર્ગદર્શન સાથે આગળ વધી શકશો. માતાની તબિયતની વિશેષ કાળજી લેવાની સલાહ છે. કૌટુંબિક કે જમીન-જાયદાદના પ્રશ્નો હાલામાં છંછેડવા જેવા નથી. શક્ય હોય ત્યાં સુધી વધુ નિદ્રા લેવી.
કર્ક: તન- મનની તાજગીના અનુભવ સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો, સ્નેહીજનો સાથે મુલાકાત થાય. ભાઇબહેનોથી લાભ, શુભ કાર્યોના આરંભ માટે આજે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કાર્ય સફળતા અને પ્રિયપાત્રના સહવાસથી આપ આનંદિત રહેશો. આર્થિક લાભ અને ભાગ્યવૃદ્ધિની સંભાવનાઓ છે. નાની મુસાફરી થાય. માન- સન્માનમાં વૃદ્ધિ થાય.
સિંહ: પરિવારના સભ્યો સાથે સુખશાંતિથી દિવસ પસાર થાય તેમનો સાથ સહકાર મળે. સ્ત્રી મિત્રોની વિશેષ મદદ મેળવી શકશો. દૂર વસતા મિત્રો અને સ્નેહીજનો સાથેનો સંપર્ક કે સંદેશવ્યવહાર આપને લાભદાયી નીવડશે. આપ પ્રભાવિત વાક્છટાથી અન્ય લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી શકો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. નિર્ધારિત કાર્યોમાં ઓછી સફળતા મળે.
કન્યા: આપની વાણીનું માધુર્ય નવા સુમેળભર્યા સંબંધો બાંધવામાં અને લાભ આપવામાં ઉપયોગી નીવડશે. વૈચારિક સમૃદ્ધિ વધશે. વેપાર ધંધામાં લાભ સાથે સફળતા મળે. તન મનનું આરોગ્ય જળવાશે. મિત્રો, સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, તેમના તરફથી મળેલા ભેટ ઉપહાર આપને પ્રસન્ન કરશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે.
તુલા: આજના દિવસે તમારે વિચારોમાં સ્થિરતા અને કામકાજમાં ખંત રાખવા પડશે. જો પરિશ્રમથી પાછા પડશો તો લક્ષ્ય અધુરું રહી શકે છે. વાણીની શિથિલતા ઉગ્ર બોલાચાલી કરાવે તેવી શક્યતા છે માટે . સગાં સંબંધીઓ સાથે વ્યવહાર અને સંબંધો સાચવવા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. મનોરંજન કે હરવાફરવા પાછળ નાણાં ખર્ચાય. શારીરિક માનસિક વ્યગ્રતા ઓછી કરવા આધ્યાત્મિકતા મદદરૂપ થાય.
વૃશ્ચિક: નોકરી ધંધા અને વ્યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. લગ્નોત્સુક યુવક- યુવતીઓના લગ્ન માટે ઉજળા સંજોગો સર્જાય. પુત્ર તેમજ પત્નીથી લાભ થાય તેમજ વડીલો અને વડીલ બંધુ પણ આપના લાભમાં નિર્મિત્ત બનશે. સ્નેહીજનો, મિત્રો તરફથી ભેટ સોગાદો મળે. ઉપરી અધિકારીઓની મહેરબાની રહે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.
ધન: આજે આપની યશ, કિર્તી, પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રે ઉપરી અમલદારો ખુશ રહેતાં બઢતીની શક્યતાઓ વધે. તંદુરસ્તી જળવાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. પિતા તરફથી તેમજ સરકાર તરફથી લાભ મળે. આર્થિક આયોજનો સારી રીતે પાર પડે. વેપાર ધંધાર્થે પ્રવાસ થાય. અન્ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશો. દાંપત્યજીવનમાં મધુરતા રહે.
મકર: બૌદ્ધિક કાર્ય કે સાહિત્યલેખન જેવી પ્રવૃત્તિઓ માટે આજે અનુકૂળ દિવસ છે. આપના વ્યવસાયમાં નવી વિચારસરણી આપના કાર્યને નવો ઓપ આપશે. વ્યવસાય ક્ષેત્રે સ્પર્ધા અને નવા પડકારોનો સામનો કરવાની તૈયારી રાખવી. તમારે નવી શૈલી પણ અપનાવવી પડે તેવી સંભાવના છે. કામના ભારણના કારણે શરીરમાં થોડો થાક અનુભવાય. સંતાનોની બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે અને તેમના માટે ધનખર્ચ થાય. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.
કુંભ: આજે આપને નિષેધાત્મક કાર્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. ઝઘડો- વિવાદ ટાળવો ક્રોધ અને વાણી પર સંયમ રાખવો પડે. પરિવારના સભ્યો સાથે શાંતિથી વાત કરવી અને તેમની દરેક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે શક્ય એવા પ્રયાસ કરવા. નાણાંભીડ અનુભવાશે માટે પૂર્વાયોજન કરવાની સલાહ છે. વધુ પડતા વિચારોથી આપ માનસિક થાક અનુભવશો. ઇશ્વરનું નામ સ્મરણ અને આધ્યાત્મિકતા આપના માનસિક બોજને હળવો કરશે.
મીન: દૈનિક કાર્યોમાંથી બહાર આવી આજે આપ હરવા ફરવા અને મનોરંજન પાછળ આપનો સમય વીતાવશો. સ્વજનો તથા મિત્રવર્તુળ સાથે પિકનિક પર જવાનું આયોજન થશે. સિનેમા, નાટક કે બહાર જમવા- જવાનો કાર્યક્રમ આપને આનંદિત કરશે. કલાકાર કસબીઓને પોતાનો હુન્નર પ્રદર્શિત કરવાની તક મળશે. વ્યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. દાંપત્યજીવનમાં વધારે નિકટતા માણી શકાય. જાહેર જીવનમાં માનસન્માન મળે.