ETV Bharat / bharat

આપણે ભારતના લોકો - Dr. Baba Saheb Ambedkar

ન્યૂઝ ડેસ્ક: બંધારણમાં 100થી વધુ સુધારાઓ કરાયા છતાં, આપણે 70 વર્ષમાં ગરીબી અને તેની જોડિયા બહેન જેવી ભૂખ અને ખરાબ આરોગ્યને નિર્મૂલ કરવાનું આપણું પહેલા દિવસનું લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શક્યા. ભારત માનવ વિકાસ સૂચકાંકના સંદર્ભમાં વિશ્વમાં 130મા સ્થાને નબળી સ્થિતિમાં છે.

We the people of India
આપણે ભારતના લોકો
author img

By

Published : Nov 28, 2019, 11:57 PM IST

લેખિત રૂપમાં ભારતીય બંધારણ જે વિશ્વનું સૌથી મોટું બંધારણ છે તે માત્ર કાગળનો જથ્થો નથી. તે દસ્તાવેજ છે જેનો હેતુ વિશ્વની વસ્તીના 7 ટકા જેટલા ભારતના લોકોની પ્રગતિશીલ આકાંક્ષાઓની સુરક્ષા કરવાનો હેતુ છે. આ એવું કૃત્ય છે, જે કોઈ પણ ભેદભાવ વગર લોકોને સમાનતા અને ન્યાય અંગે લોકોમાં વિશ્વાસનો પ્રસ્તાવ કરે છે. આ ઠરાવ કૃત્યો કરતાં ઊંચો છે. આ નિશ્ચય, વચન, સુરક્ષા છે અને તે કરતાંય આપણે એક મોટા હેતુ માટે આપણી જાતને સમર્પિત કરવાની છે.

ડિસેમ્બર 1946માં એક ઠરાવ દ્વારા તેના હેતુઓ પ્રાપ્ત કરવા બંધારણને અનુમતિ આપવા માટે બેઠક દરમિયાન પંડિત નહેરુ દ્વારા ઉપરોક્ત નિવેદન કરાયું હતું.

અનેક જ્ઞાની લોકોએ અને બુદ્ધિમાન લોકોએ મુખ્ય સ્તંભ તરીકે સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાને સુનિશ્ચિત કરવા બંધારણ તૈયાર કરવામાં તેમની કુશાગ્રતા અને ચતુરાઈ બતાવી હતી, જ્યારે લોકોને બહારથી આવેલા શાસકોની ગુલામીની બેડીમાંથી મુક્તિ મળી હતી.

મહાન હસ્તીઓએ 70 વર્ષની ઉજવણી કરી રહેલા શ્રેષ્ઠ બંધારણને ઘડ્યું હતું.

સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારો ફ્રેન્ચ બંધારણમાંથી લેવામાં આવ્યાં હતાં, પંચવર્ષીય યોજના સોવિયેત સંઘ પાસેથી, આયર્લેન્ડ પાસેથી સિદ્ધાંતો અને જાપાન પાસેથી બંધારણના કામકાજને લેવામાં આવ્યાં હતાં.

મોદી સરકારે 26 નવેમ્બરે વર્ષ 2015માં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ મનાવવા નિર્ણય કર્યો હતો. કેન્દ્રએ 70 વર્ષ ઉજવવા બંધારણની મહાનતા દર્શાવવા દેશભરની શાળાઓમાં આખું વર્ષ ચાલનારા કાર્યક્રમો હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.

જ્યારે એક તરફ તેની સુવર્ણ જયંતિના પ્રસંગે બંધારણીય ઉજવણીઓ ચાલી રહી હતી, તે વખતે રાષ્ટ્રપતિ નારાયણને અમૂલ્ય ટીપ્પણીઓ કરી હતી કે, શું બંધારણ દ્વારા આપણી નિષ્ફળતાઓ મળી છે કે પછી આપણે તેને નિષ્ફળ બનાવ્યું છે.

નાગરિકોથી શાસકો સુધી, દરેકે અનેક સમસ્યાઓના ઉકેલ પૂરા પાડવા બંધારણીય મૂલ્યોથી બંધાવું પડે છે.

ગણતંત્ર દિવસના પ્રવચનમાં રાષ્ટ્રપતિ સર્વપલ્લીએ આપણને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, માત્ર નિવેદનો આપીને નહીં પરંતુ ઊંચા ધ્યેયને પહોંચી વળવા આપણે પૂરતાં પગલાં લેશું, ત્યારે જ આપણી કટિબદ્ધતાને જાણી શકાશે.

બંધારણમાં 100થી વધુ સુધારાઓ કરાયા છતાં, આપણે 70 વર્ષમાં ગરીબી અને તેની જોડિયા બહેન જેવી ભૂખ અને ખરાબ આરોગ્યને નિર્મૂલ કરવાનું આપણું પહેલા દિવસનું લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શક્યા. ભારત માનવ વિકાસ સૂચકાંકના સંદર્ભમાં વિશ્વમાં 130મા સ્થાને નબળી સ્થિતિમાં છે.

આપણું તાત્કાલિક ધ્યેય તેના માટેનું કારણ શોધવાનું હોવું જોઈએ. હકીકત એ છે કે, રાજકીય ભ્રષ્ટાચાર તમામ પ્રકારના ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે જે તેનાં મૂળ ગામો અને અન્યત્ર ફેલાય છે.

વડાપ્રધાન ઈન્દિરાની મુશ્કેલીઓ ઊભી કરતાં, અમલદારોએ વિધાનસભા/સંસદ, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાની ફરજો નિભાવવાના બદલે બંધારણનાં મૂલ્યોને નબળાં કરી દીધાં.

મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, માત્ર ધ્યેય જ નહીં, સમયની જરૂરિયાત તેને મેળવવા માટે વધુ સારા રસ્તા અને સાધનો શોધવાની છે.

દાયકાઓ સુધી ભ્રષ્ટાચારમાં ખૂંપેલા રહેલા સ્વાર્થી લોકોની મૂર્ખતાથી દેશમાં કાળાં નાણાં ધારકોને સરકારી સ્ટેમ્પ મારીને દેશનો નૈતિક ધ્વજ સંકેલી લીધો.

કરુણતા એ છે કે, વડાપ્રધાને નજીકના ભૂતકાળમાં દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અપરાધો અને આરોપોના કેસો પછી મોટાં મોટાં પદો છોડવા બંધારણમાં લખાયું છે કે નહીં તે જાણવા માટે કાર્યનીતિ સંબંધી સાથીઓની વધતી સંખ્યાના પગલે આપણી પૂરેપૂરી ક્ષમતા અને આવડત પ્રમાણે આપણે વિકાસ પ્રાપ્ત કર્યો છે કે નહીં તે જોવું જોઈએ.

અભ્યાસોમાં જાહેર થયું છે કે, ગરીબીના બદલે ભારતમાં આર્થિક અસમાનતા સતત વધી રહી છે તે મોટો પડકાર ફેંકી રહી છે.

25 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાના છેલ્લા સત્રમાં આંબેડકરે જે ચેતવણીના સૂરો કહેલા તે આજે વધુ પ્રાધાન્ય ધરાવે છે.

સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ અવિચારી રીતે કરવામાં આવવા છતાં, આંબેડકરે ચેતવણીની ઘંટડી વગાડતાં કહ્યું હતું કે, રાજકારણમાં ભક્તિ અને અંધ અનુસરણથી સરમુખત્યારશાહી ભણી દોરી જશે.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જો લાંબા સમય સુધી સમાનતાનો ઈનકાર કરતા રહેવામાં આવશે તો રાજકીય લોકશાહી ખતરામાં આવી જશે.

નાગરિકો અને સરકારોએ તેના માટે બંધારણીય મૂલ્યોને કડક રીતે વળગી રહેવું પડશે.

શાસકોએ એ હકીકત મગજમાં રાખવી પડશે કે જ્યારે ગરીબોને વિકાસની પ્રક્રિયામાં સામેલ કરાય ત્યારે જ સાચી પ્રગતિ શક્ય બને છે અને આથી ગરીબીથી મોટું અપમાન બીજું કોઈ નથી.

લોકો બંધારણના સાચા રાજા છે જેમાં લખાયું છે…”આપણે ભારતના લોકો.”

બંધારણની ભાવનાની રક્ષા ભ્રષ્ટાચારનો અસરકારક રીતે નાશ કરીને, કટિબદ્ધતા સાથે જવાબદારીઓ ઉઠાવીને અને નાગરિક અધિકારોની રક્ષા કરીને થઈ શકે છે.

Intro:Body:

Blank news

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.