તેલંગાણા: વારંગલના કૂવામાંથી મળેલા 9 મૃતદેહ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સંજયકુમાર યાદવ નામના આરોપીએ કબૂલાત કરી હતી કે, તેને ઉંઘની ગોળી આપીને આ 9 લોકોની હત્યા કરી હતી. જોકે, હત્યાનું કારણ હજી અકબંધ છે.
વારંગલના કુવામાંથી 9 મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં સામૂહિક આત્મહત્યાની ઘટના હોવાનું સામાન્ય તપાસમાં ખુલ્યું હતું. પરંતુ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કર્યા બાદ તેની પુછપરછ કરતા આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
વારંગલના કુવામાંથી મળેલા 9 મૃતદેહ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સંજયકુમાર યદવ નામના આરોપીએ કબૂલાત કરી હતી કે, તેને ઉંધની ગોળી આપીને તેમની હત્યા કરી હતી.
પોલીસ કસ્ટડીમાં સંજયકુમાર યાદવે કબુલાત કરી હતી કે, તેમના ઠંડા પીણામાં ઉંઘની ગોળી ભેળવીને તેમની હત્યા કરી હતી. મંગળવારે મીડિયા સમક્ષ આરોપીને લાવવામાં આવે તેવી શક્યતા છે.
બે દિવસની તપાસ અને પડોશીઓની પૂછપરછ બાદ પોલીસને સંજયકુમાર યાદવ પર શંકા ગઈ હતી. પોલીસે તેને સોમવારે કસ્ટડીમાં લીધો હતો. જ્યાં તેને પોતાનો ગુનો કબુલ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તેલંગાણા રાજ્યના વારંગલ જિલ્લાના ગોરેકુન્તામાં કુવામાંથી 22 મે, શુક્રવારના રોજ 3 મૃતદેહો મળ્યા હતા. જે પહેલા 21 મે, ગુરૂવારના રોજ સ્થાનિકોને 4 મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ અને ડોગ સ્કવોડ દ્વારા આ મૃતદેહોની શોધ કરવામાં આવી હતી.