મહારાષ્ટ્રના પુણેમાં શનિવારે મોટી દુર્ઘટના બની છે. પુણેના કોંધવામાં દીવાલ પડવાને કારણે 17 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
દીવાલના કાટમાળ નીચે લોકો ફસાયા હોવાની શક્યતાઓ છે. અત્રે રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવના કાર્યમાં લાગી ગઈ છે.
મળતી માહિતી અનુસાર રાત્રે 2 વાગ્યે દિવાલ પડી હતી, આ દરમિયાન નીચે રીક્ષા હતી, જે કાટમાળ નીચે સંપૂર્ણ રીતે દબાઈ ગઈ હતી.