ETV Bharat / bharat

બજેટની સંપૂર્ણ અસર માટે સોમવારની રાહ જુઓઃ સીતારમણ - નિર્મલા સિતારમણ

નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે વિશેષ વાતચીતમાં બજેટની જોગવાઈઓને હકારાત્મક ગણાવી હતી.

બજેટની સંપૂર્ણ અસર માટે સોમવારની રાહ જુઓઃ સિતારમણ

author img

By

Published : Feb 2, 2020, 1:34 PM IST

કોર્પોરેટ પર પ્રોત્સાહક અસરો નથી પડી, તેનો ઉલ્લેખ કર્યો તે અંગે નાણાં પ્રધાને કહ્યું કે: "બજેટની જાહેરાતોની અસલી અસર વિશે સોમવારે રાબેતા મુજબ ટ્રેડિંગ દિવસ પસાર થાય તેની રાહ જોવી પડશે." બજેટને ધ્યાનમાં રાખીને શનિવારે પણ શેર બજારો ચાલુ રહ્યા હતા, પણ તેમાં શરત હતી કે શનિવારે ખરીદવામાં આવેલા શેર પછીના કામકાજના દિવસ એટલે કે સોમવારે જ ફરી વેચી શકાશે. મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં 987 પૉઇન્ટસનું ગાબડું પડ્યું, જ્યારે નિફ્ટીએ પણ 300 પૉઇન્ટ્સ ગુમાવ્યા. સિતારમણે ટેક્સમાં ફેરફાર કર્યો અને નવા ટેક્સ સ્લેબ જાહેર કર્યા તે સાથે જ બજાર નીચે જવા લાગ્યું હતું.

વેરામાં આ સુધારાના કારણે લોકોના હાથમાં વધારે રકમ રહેશે તેવી ધારણા છે. તેના કારણે ગ્રાહકોની ખરીદશક્તિ વધશે અને તેથી માગ વધશે. જીડીપી નીચો ગયો છે તેમાં મુખ્ય કારણ ગ્રાહકોની માગ ના હોવાનું કહેવાય છે. અન્ય પોઝિટિવ બાબતો જણાવતા નાણા પ્રધાને કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં 10 ટકાનો નોમિનલ વિકાસ થઈ શકે છે. નાણાકીય ખાધ વર્તમાન નાણાકીય વર્ષમાં 3.8 ટકાની આસપાસ રહેશે, જ્યારે આવતા નાણાકીય વર્ષમાં તે 3.5 ટકાની રહેશે.

કોર્પોરેટ ક્ષેત્રની અપેક્ષા STT, CCT અને LTCGમાં રાહતની હતી, પણ તેમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ વિશેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે: "મેં કોર્પોરેટ બોન્ડમાં રોકાણની મર્યાદા 9 ટકાથી વધારીને 15 ટકા કરી છે અને તે રીતે FPIને પ્રોત્સાહન આપ્યું છે. આ પોઝિટિવ મૂવ છે અને તેનાથી બોન્ડ માર્કેટ મજબૂત બનશે." આ ઉપરાંત સરકાર બીજી સરકારી જામીનગીરીમાં પણ વિદેશી રોકાણ માટે મંજૂરી આપવાનું વિચારી રહી છે. નિષ્ણાતો માને છે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FPI) દ્વારા કોર્પોરેટ બોન્ડમાં રોકાણની મર્યાદા વધારવાના કારણે ચલણ પર હકારાત્મક અસર થશે અને તેના કારણે ભારતીય રૂપિયાનું મૂલ્ય ડૉલર સામે 72.50ના સ્તરે જળવાઈ રહેશે.

લેખકઃ સંજય થાપા, દિલ્હી સ્થિત સિનિયર પત્રકાર

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.