બલરામપુર: આ ઘટના ભારત-નેપાળની સરહદે આવેલા ઔરહવા ગામની છે. અચાનક ગામમાં એક ગીધ આવી પહોંચ્યું અને એક ગ્રામીણના ઘરમાં ઘુસ્યું. ગીધમાં પાછળના ભાગમાં 5 સી જિઓ ટેગિંગ અને સોલર કેમેરા હતા. મોટી સંખ્યામાં લોકો ગીધ જોવા ભેગા થઇ ગયા હતા.
પોલીસ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગીધને કબજે કર્યું હતું. આશંકા છે કે આ ગીધ નેપાળના ચિતવાન પાર્કનું છે અને માંદગીને કારણે તે ગામમાં આવી ગયું હશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આવા પક્ષીઓ પર જિયો ટેગિંગ કરીને તેમની પ્રવૃત્તિઓ અને અન્ય વિષયો પર સંશોધન કરવાનો હેતુ હોય છે. સંભવત: આ ગીધ અહીં ભટક્યું હશે. હાલમાં ગીધને સાચવીને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.