- હુસૈનાબાદમાં AJSU ઉમેદવાર અને એનસીપીના સમર્થકો વચ્ચે મારપીટ
- કે એન ત્રિપાઠીએ ચુંટણીપંચ પર આરોપ લગાવ્યો, બૂથ લૂંટવાની કોશિશ કરવા બદલ અટકાયતમાં રાખવામાં આવ્યા હોવાનું કારણ આપી રહ્યું છે ચુટણીપંચ
- 1 વાગ્યા સુધી 46.80 ટકા મતદાન
- ચૂંટણીપંચે આ બાબતે તપાસ કર્યા પછી અટકાયત કરવાનો નિર્ણય લીધો
- ચૂંટણીપંચે કે એન ત્રિપાઠીની અટકાયત કરવાનો આદેશ આપ્યો
- સવારે 11 વાગ્યા સુધી 27.41 ટકા મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે રાજ્યના 13 મત વિસ્તાર પર મતદાન ચાલી રહ્યું છે.
પલામુમાં કોંગ્રેસનાં ઉમેદવાર કે એન ત્રિપાઠી મતદાન મથક પર હથિયાર સાથે પહોચ્યા હતા. પલામું મતદાનમથક ખાતે કોંગ્રેસના ઉમેદવાર કે એન ત્રિપાઠી પર પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે. પથ્થરમારાની ઘટનીથી ઉશ્કેરાઈને કોંગ્રેસ ઉમેદવારે મતદાન મથક પર ફાયરિંગ કર્યું હતું.
વિધાનસભાની ચૂંટણી દરમિયાન નક્સલવાદીઓ દ્વારા હુમલો થયો છે. વિશુનપુર વિધાનસભા મત વિસ્તારના ઘાઘરામાં નક્સલવાદીઓએ એક પુલ નીચે વિસ્ફોટ કરી ઉડાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે આજે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ ચરણ માટે મતદાન થઈ રહ્યું છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં શનિવારે સવારે 7 કલાકે મતદાનની શરૂઆત થઇ હતી. મતદાન બપોરના 3 કલાકે સુધી ચાલશે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી વિનય ચોબેએ જણાવ્યું કે, પ્રથમ ચરણમાં 30 નવેમ્બરના રોજ સવારે 7 કલાકેથી મતદાન શરૂ થશે અને બપોરના 3 કલાકે સુધી ચાલશે. આ ચરણમાં 6 જિલ્લાની તમામ 13 બેઠકો જે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં હોવાથી મતદાન 3 કલાકે બંધ કરી દેવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 3 વાગ્યે સુધી જેટલા મતદાતા મતદાન કેન્દ્ર પહોંચી જશે તેઓ પોતાનો મત નાખી શકશે. તેમણે જણાવ્યું કે, પ્રથમ ચરણમાં કુલ 37,83,055 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 19,81,694 પુરૂષ મતાદાતોએ છે તો 18,01,356 મહિલા અને પાંચ ટ્રાન્સજેન્ડર મતદાતા સામેલ છે.
મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પ્રથમ ચરણની 13 બેઠકો પર કુલ 189 ઉમેદવારો ચૂંટણી લડશે. આ ચરણમાં કુલ 3906 મતદાન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. આ ચરણમાં કુલ 989 મકદાન કેન્દ્રથી વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ચોબેએ વધુમા કહ્યું કે, આ માટે મતદાન કર્મીઓને EVM અને અન્ય સામગ્રી સાથે મતદાન કેન્દ્રો માટે પહોંચી ગયા છે.
23 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ ચૂંટણીમાં યુવા મતદાતોની સંખ્યા 1,05,822 છે.