કાનપુરઃ સોમવારે મોડી રાત્રે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર રોડ અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે જતી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયાં છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.
![આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર રોડ અકસ્માતમાં 6 લોકોના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20200218-wa0001_1802newsroom_1581991393_442.jpg)
આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર પુર ઝડપે જતી બસ અને કાર વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયાં છે. તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
![આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર રોડ અકસ્માતમાં 6 લોકોના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20200218-wa0004_1802newsroom_1581991393_4.jpg)
દિલ્હીથી બિહાર જઈ રહેલી બસના ડ્રાઈવરને ઝોંકુ આવી જતાં બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે બસ ડિવાઈડર પાર સામે આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ હતી. આ બસમાં કુલ 40 લોકો સવાર હતાં.