નવી દિલ્હીઃ કોરોના વાઇરસની ઉત્પતિને લઇને સમગ્ર દુનિયા પ્રશ્નો કરી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, કોરોના વાઇરસ 'પ્રાકૃતિક વાઇરસ' નથી. તમને જણાવીએ તો કોરોના વાઇરસથી દુનિયાભરમાં 29 લાખથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં આ વાઇરસથી 70 હજારથી પણ વધુ લોકો સંક્રમિત થયા છે.
એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, બધાને કોરોના વાઇરસની સાથે જીવવાની કળા શીખવી પડશે. આ કળા ખૂબ જ જરૂરી છે, કારણ કે, આ પ્રાકૃતિક વાઇરસ નથી. આ કૃત્રિમ વાઇરસ છે, જેના માટે દુનિયાના ઘણા દેશો વેક્સીન બનાવવામાં લાગ્યા છે.
વધુમાં જણાવીએ તો આ પહેલીવાર છે. જ્યારે ભારત સરકારે આ જીવલેણ વાઇરસની ઉત્પતિ પર કોઇ ટિપ્પણી કરી છે. કેબિનેટ પ્રધાનનું માનવું મોટી વાત એ માટે છે. કારણ કે, મોટા ભાગના દેશોએ આ વાઇરસની ઉત્પતિ માટે ચીનના વુહાન શહેરમાં સ્થિત લેબને જવાબદાર ગણાવી છે.
આ ઉપરાંત જણાવીએ તો અમેરિકાએ તો કોરોના વાઇરસને લઇને ચીનને સળીયાની પાછળ લાવીને ઉભો રાખ્યો છે. તેમનું કહેવું છે કે, ચીન જ કોરોના વાઇરસ માટે જવાબદાર છે.