- અયોધ્યામાં ઉજવાશે ડિજિટલ દીવાળી
- દીપોત્સવમાં ડિજિટલ આતિશબાજી બનશે આકર્ષણનું કેન્દ્ર
- લેઝર શોએ લીધી આગથી પ્રજ્વલ્લિત થતી આતિશબાજીની જગ્યા
- પુષ્પક વિમાન રુપિ હેલિકોપ્ટરથી પહોંચશે ભગવાન રામ અને સીતા
અયોધ્યાઃ દીપોત્સવ કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. આ દીપોત્સવ 11 થી લઇ 13 નવેમ્બર સુધી મનાવવામાં આવશે. તૈયારીઓની સમીક્ષા કરવા માટે રવિવારે બપોરે મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થી, મુખ્ય સચિવ સૂચના નવનીત સહગલ, અડીજી કાયદા વ્યવસ્થા પ્રશાંત કુમાર, એડીજી ઝોન એસએન સાબત રામ નગરી અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે સરયૂ તટે તૈયારીઓને નિહાળી હતી. અધિકારીઓએ રામ કી પૈડી પરિસરનું પણ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં દીપોત્સવનો મુખ્ય કાર્યક્રમ આયોજિત થશે. આ ઉપરાંત રામકથા પાર્ક અને સરયૂ ઘાટ પર પણ તૈયારીઓને લઇ અધિકારીઓએ સ્થાનિક પ્રશાસન અને સંબંધિત વિભાગના અધિકારીઓએ જાણકારી આપી હતી.
દીપોત્સવમાં ડિજિટલ આતિશબાજી બનશે આકર્ષણનું કેન્દ્ર
નિરીક્ષણ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાનનો પ્રયાસ છે કે, આ વર્ષ અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ અને ભવ્ય રુપે આયોજિત કરવામાં આવે. જો કે, કોરોનાના ભયને ધ્યાને રાખી જે લોકોને વર્ચ્યુઅલી દીપોત્સવ કાર્યક્રમમાં સામેલ થવાની અનુમતિ હશે. તેમને જ કાર્યક્રમ સ્થળ સુધી આવા દેવામાં આવશે. અન્ય લોકો માટે ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કાર્યક્રમને જોવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
લેઝર શોએ લીધી આગથી પ્રજ્વલ્લિત થતી આતિશબાજીની જગ્યા
વર્ચ્યુઅલ દીપોત્સવનું સમગ્ર કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા આયોજિત કરવામાં આવી રહ્યો છે. પહેલાની અપેક્ષા કરતા આ વર્ષે અમુક નવી વસ્તુઓ કાર્યક્રમમાં જોડાઇ રહી છે. જેમાં એક લેઝર શોની આતિશબાજી પણ થશે. પહેલાના વર્ષોમાં આગથી પ્રજ્વલ્લિત થતી આતિશબાજીનું પ્રદર્શન થતું હતું, પરંતુ આ વર્ષે લેઝર શો દ્વારા ભવ્ય આતિશબાજીનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત બીજા કાર્યક્રમ ગત્ત વર્ષની જેમ જ રહેશે. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હાજર રહેશે.
અયોધ્યામાં ઉજવાશે ડિજિટલ દીવાળી
નવનીત સહગલે જણાવ્યું કે, આ વખતે દીવાળીના કાર્યક્રમની ખાસિયત એ હશે કે, આપણે ડિજિટલ દીપોત્સવનો કન્સેપ્ટ લૉન્ચ કરી રહ્યા છીએ. જેના દ્વારા હવે ડિજિટલ રીતે લોકો અયોધ્યાના દીપોત્સવમાં સામેલ થશે અને ભગવાન રામના મંદિરમાં દીપોત્સવ કરી શકશે. કોવિડ 19 ના પ્રોટોકોલનું પાલન કરતા આ કાર્યક્રમમું આયોજન કરવામાં આવ્યું છે. રામ કી પૈડી પરિસરમાં કુલ 5 લાખ 51 હજાર દીપ પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે. આ ઉપરાંત અયોધ્યા નગરના મંદિરોમાં અને રસ્તા પર દીપ પ્રગટશે જેની સંખ્યા અલગ છે. આ સિવાય જે ડિજિટલ દીપ પ્રગટાવવામાં આવશે. તેની સંખ્યા અલગ હશે.
પુષ્પક વિમાન રુપિ હેલિકોપ્ટરથી પહોંચશે ભગવાન રામ અને સીતા
પહેલાના વર્ષોની જેમ આ વર્ષે પણ દીપોત્સવ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. જેમાં 11 નવેમ્બરે ભવ્ય રંગારંગ કાર્યકર્મોનું આયોજન કરવામાં આવશે. 12 નવેમ્બરે શોભાયાત્રા નીકળશે અને 13 નવેમ્બરે ભગવાન રામનો રાજ્યાભિષેક અને દીપોત્સવ કાર્યક્રમનું આયોજન થશે. આ વર્ષે પણ ભગવાન રામ સીતા અને લક્ષ્મણ હેલિકોપ્ટરથી આ કાર્યક્રમ સ્થળ પર પહોંચશે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે.