- પાપા વિરાટે બદલ્યો ટ્વીટર અકાઉન્ટનો બાયો
- 11 જાન્યુઆરીના રોજ એક બાળકીનો પિતા બન્યો હતો વિરાટ
- બાળકને કારણે હોસ્પિલમાં પણ થોડા પ્રતિબંધ મૂક્યા
મુંબઇ : ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્માના ઘરે 11 જાન્યુઆરીના રોજ એક બાળકીનો જન્મ થયો છે. પિતા બન્યા બાદ વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર અકાઉન્ટનો બાયો બદલ્યો છે. જેમાં વિરાટ કોહલીએ લખ્યું છે કે, એક પ્રાઉડ પતિ અને પિતા.
અનુષ્કા અને વિરાટ પોતાના બાળકની પ્રાઇવેસી અને સિક્યુરિટીને લઇને સજાગ
અનુષ્કા અને વિરાટ પોતાના બાળકની પ્રાઇવેસી અને સિક્યુરિટીને લઇને સજાગ છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ યુગલે પોતાના બાળકને કારણે હોસ્પિલમાં પણ થોડા પ્રતિબંધ મૂક્યા હતા. વિરાટ અને અનુષ્કાની ગીફ્ટ અને નજીકના સગાના આવનજાવન પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
આસપાસના રૂમના વિઝિટર્સને પણ બાળકીને જોવાની મનાઇ
યુગલે મીડિયાકર્મીઓને પણ એક વૈભવી ગીફ્ટ હૈંપર મોકલાવ્યું હતું. આ સાથે તેમાં લખ્યું હતું કે, તમે વર્ષો સુધી અમને પ્રેમ આપ્યો છે. આજે અમે તમને પોતાની ખુશીઓમાં સામેલ કરી રહ્યા છીએ. અમારે ત્યા દીકરીનો જન્મ થયો છે. આ પ્રસંગે તમને એક અપીલ છે કે, અમારી બાળકીનો કોઇ ફોટો અને કન્ટેન્ટનો ઉપયોગ ન કરે. અમારા તરફથી તમને જે કન્ટેન્ટ આપવામાં આવી રહ્યું છે. એ તમને મળતું રહેશે. અમને વિશ્વાસ છે કે, તમે અમારી અપીલને સમજી શકો છો. પ્રેમ અને આભાર સહ, વિરાટ અને અનુષ્કા.
આ ગીફ્ટ હૈંપરમાં શું હતું?
આ ગીફ્ટ હૈંપરમાં બોમ્બે સ્વીટ શોપની થોડી મિઠાઇ હતી. જેની સાથે ડ્રાય ફ્રુટ, ડાર્ક ચોકલેટ, સેન્ટેડ કેન્ડલ અને એક પત્ર હતો.