બાંકુરામાં TMCના સાંસદ સુવેન્દુ અધિકારીની સભામાં ભાજપના કાર્યકરોએ જયશ્રી રામના નારા પોકાર્યા હતા. જેથી TMC અને BJPના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન પોલીસે ભાજપના કાર્યકરો પર ગોળીઓ વરસાવી હતી. ગુરૂવારે બનેલી આ ઘટનામાં 2 લોકોનો જીવ ગયો હતો. જેમાં 14 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
આ હિંસા પછી ભાજપ અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહે અથડામણની જાણકારી મેળવવા પક્ષના 3 સભ્યોની કમિટી બનાવી છે. જેમાં એ. એસ. અહલૂવાલિયા સહિત પૂર્વ પોલીસ કમિશ્નર સત્યપાલસિંહ અને ઝારખંડના પૂર્વ પોલીસ મહાનિર્દેશક બી. ડી. રામનો સમાવેશ કરાયો છે. તેઓ આ બનાવનો રિપોર્ટ અમિત શાહને સોંપશે.