તેમણે જણાવ્યું કે, “મારા ગાર્ડ્સે કંઇ નથી કર્યું. જ્યારે હું મત આપીને આવી રહ્યો હતો ત્યારે એક ફોટોગ્રાફર મારી ગાડીનો કાંચ તોડી રહ્યો હતો. આ સંપૂર્ણ બાબત પરથી તો એવું લાગી રહ્યું છે કે, મારી હત્યાનું કાવતરૂં ઘડવામાં આવી રહ્યું છે.”
મળતી માહિતી મુજબ, તેજપ્રતાપ યાદવને મીડિયાકર્મીઓ પ્રશ્નો પૂછી રહ્યા હતા ત્યારે તેમના બૉડીગાર્ડ્સે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન પત્થરમારો પણ કરવામાં આવ્યો છે.
![તેજપ્રતાપ યાદવનું ટ્વીટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3325735_uuuuuuuiii.jpg)
આ સંપૂર્ણ ઘટના પર તેજપ્રતાપે ટ્વીટ કરીને કહ્યું કે, “આજે મતદાન કર્યા બાદ જ્યારે હું મતદાન કેન્દ્રમાંથી બહાર આવી રહ્યો હતો, ત્યારે મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, આ હુમલામાં મારી ગાડીને પણ નુકસાન થયું છે. મારો ડ્રાઇવર પણ આ ઘટનામાં ઇજા પામ્યો છે.”
![સૌ. ANI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3325735_yyy.jpg)
તેજપ્રતાપ તરફથી આ ઘટના વિશે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
![તેજપ્રતાપ યાદવનું ટ્વીટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3325735_uuu.jpg)