BJP ઉમેદવાર નિલાંજન રોયની ગાડી પર હુમલો થયો છે. નિલાંજન ડાયમંડ હાર્બર લોકસભા સીટ પરથી ઉમેદવાર છે. તેમના વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનર્જી મેદાનમાં ઉતર્યા છે.
![નિલાંજન રોયની કાર પર હુમલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3325464_uuuu.jpg)
તો બીજી બાજુ અનૂપમ હાજરાએ કહ્યું કે TMCના ગુંડાઓએ BJPના મંડળ અધ્યક્ષ સાથે મારામારી કરી છે. તેમણે કાર પર હુમલો કરીને કારના ડ્રાઇવર સાથે પણ મારા-મારી કરી છે.
![TMC કાર્યકર્તાઓ પર બનાવટી મતદાનનો આરોપ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3325464_yyyyyy.jpg)
![જાદવપુરમાં BJP મંડશ અધ્યક્ષ પર હુમલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3325464_uuuuuuuuuuuuuu.jpg)
અનુપમ હાજરાએ જણાવ્યું છે કે, લોકો BJPને વોટ કરવા ઇચ્છે છે પરંતુ TMCના ગુંડાઓ બૂથ પર નજર રાખી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, જાદવપુરમાં 150/137 નંબરના મતદાન કેન્દ્ર પર બનાવટી મતદાન કરવામાં આવ્યું છે.
![અનુપમ હાજરા અને TMC કાર્યકર્તા વચ્ચે ધર્ષણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3325464_ttttt.jpg)
તેમણે જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસની એક મહિલા કાર્યકર્તા ચેહરો ઢાંકીને મત આપી રહ્યા છે. તેની ઓળખ કરવી મુશ્કેલ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બસીહારધાટના મતદાન કેન્દ્ર 189 પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો છે કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા તેમને મતદાન કરવાથી રોકી રહ્યા છે.
![બસિરહાટમાં વિરોધ પ્રદર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3325464_uuuuuiiiiii.jpg)
![બસિહારમાં સૂરક્ષાકર્મીઓની જરુરુત પડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3325464_pppppp.jpg)