નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ ગુરૂવારે અગ્રણી આધ્યાત્મિક નેતાઓ અને સામાજિક કાર્યકરોને કોરોના વાઈરસ લોકડાઉન વચ્ચે તેમની સાથે બેઠક કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલયના એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, આ પડકારજનક સમયમાં લોકોને માર્ગદર્શન આપવા અને પ્રોત્સાહિત કરવામાં આધ્યાત્મિક નેતાઓ જે મહત્વની ભૂમિકા ભજવી શકે તે અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આધ્યાત્મિક નેતાઓને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે તાકિદ કરી હતી.