સુપ્રીમ કોર્ટે રાજનૈતિક દ્રષ્ટીથી સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુનાવણી પુરી કરવા માટે બુધવારે 18 ઓક્ટોબર સુધી સમય સીમા નક્કી કરી છે. સર્વોચ્ચ અદાલતના આ પગલાથી 130 વર્ષથી પણ જુનો અયોધ્યા વિવાદમાં નવેમ્બરના મધ્ય સુધી નિર્ણય આવવાની સંભાવના વધી ગઈ છે.
વિહિપના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, સર્વોચ્ચ અદાલતના આ આદેશથી તમામ પક્ષોને પોતાની દલીલો રજુ કરવાનો અવસર પ્રદાન કરે છે. અને કોઈ પણ મુદ્દાને લાંબો ખેચી નથી શકતા. તેઓએ ક્હ્યું કે, વિહિપ આ આદેશ માટે સર્વોચ્ચ ન્યાયલયનો આભાર વ્યક્ત કરે છે અને આશા છે કે નવેમ્બરના મધ્ય સુધી અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તમામ બાધાઓ દુર કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતે આ બાબતે શનિવારે પણ સુનાવણીનો પ્રસ્તાવ રાખ્યો અને સાથે જ એ પણ કહ્યું કે સંબંધિત પક્ષકાર જો ઈચ્છે તો મધ્યસ્થતાના માધ્યમથી આ વિવાદને સર્વમાન્ય સમાધાન કરવા માટે સ્વતંત્ર છે અને તે એવું સમાધાન તેમની સમક્ષ રજુ કરી શકે છે. જણાવી દઈએ કે અદાલતે બંને પક્ષના વકિલોને કહ્યું કે, તેઓ ઈચ્છે તો આ મામલે દરરોજ થઈ રહેલી સુનાવણીને 18 ઓક્ટોબર સુધી પુરી કરવામાં આવે. જેથી અદાલતને ચુકાદો કરવા લગભગ 4 સપ્તાહનો સમય મળી શકે.