કોચી : એન. પ્રકાશ નામના અરજદારે પાર્ટી-ઇન-પર્સન તરીકે દાખલ કરેલી પિટિશનમાં જણાવ્યું છે કે" બિલાડીઓને "મેઓ-પર્સિયન" નામનું બિસ્કિટ ખવડાવવામાં આવે છે, કારણ કે તે શાકાહારી છે અને માંસાહારી ભોજન તેમના ઘરમાં રાંધવામાં આવતું નથી. બિલાડીઓ માટે ત્રણ અઠવાડિયા સુધી 7 કિલોગ્રામ "મેઓ પર્સિયન" નું એક પેકેટ પૂરતું છે. સ્ટોક ખલાસ થઈ ગયા પછી, તેણે બિલાડીના આહારના ખરીદવા માટે 4 એપ્રિલે કોચિન પેટ હોસ્પિટલ સુધી મુસાફરી માટે વાહન પાસ માટે ઓનલાઇન અરજી કરી.

કેરળ પોલીસે જારી કરેલા માર્ગદર્શિકા મુજબ, લોકડાઉન સમયગાળા દરમિયાન લોકોએ જરૂરી સેવાઓ માટે તેમના ઘરની બહાર જવા માટે સોગંદનામાના આધારે પૂર્વ પરવાનગી લેવી જોઈએ. તેમની વિનંતીને પોલીસે એમ કહીને નકારી કાઢી હતી કે "અમેએ જણાવવામાં દિલગીર છીએ કે, એફિડેવિટ / ઇમર્જન્સી પાસ માટેની તમારી વિનંતીને નકારવામાં આવે છે" આ નિર્ણયને અરજદાર દ્વારા "મનસ્વી અને ગેરકાયદેસર" તરીકે પડકારવામાં આવ્યો હતો .
અરજદારે જણાવ્યું છે કે ખોરાક અને આશ્રય મેળવવાનો અધિકાર એ પ્રાણી ક્રૂરતા નિવારક અધિનિયમની કલમ 3 અને 11 હેઠળ પાળેલા પ્રાણીઓ માટે ખાતરીપૂર્વકનો અધિકાર છે."ગૌરવ અને ન્યાયી વર્તાવ નો અધિકાર ફક્ત એકલા માનવો સુધી જ મર્યાદિત નથી, પણ પ્રાણીઓ માટે પણ છે," પિટિશનમાં એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા વિ. એ. નાગરાજા (જલિકેત્તુ પ્રતિબંધ કેસ) 2014ના સુપ્રિમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય પર આધાર રાખીને અરજકર્તાએ દલીલ કરી હતી કે બંધારણની કલમ 21 હેઠળ પ્રાણીઓને પણ જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવેલી સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એ.કે જયસંકરન નંબિયાર અને શાજી પી .ચૈલીની બનેલી બેંચે નોંધ્યું છે કે, પશુ ખોરાક અને ઘાસચારો આવશ્યક ચીજો હેઠળ આવરી લેવામાં આવે છે અને લોકડાઉન વચ્ચે બિલાડીના માલિકને તેના પાળતુ પ્રાણી માટે ખોરાક ખરીદવા માટે જવાની મંજૂરી આપવામાં આવે છે.
તેના જવાબમાં, એડિશનલ એડવોકેટ જનરલ રણજીથ થંપે અરજદારની ઉતાવળ પર સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે, સરકારે પહેલેથી જ માન્ય કરી લીધું છે કે પાળતુ પ્રાણીઓનો ખોરાક જરૂરી ચીજવસ્તુ છે અને તાળાબંધી દરમિયાન મેળવી શકાય છે. થામપને ઉમેર્યું હતું કે, અરજદારે બિલાડીનો ખોરાક ખરીદવા માટે સ્વ-ઘોષણા કરવી પૂરતી હોત તો ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે "એનિમલ ફીડ અને ઘાસચારો" એ એક આવશ્યક ચીજ છે, જે કોવિડ -19 સંક્રમણ સામે લડવા માટે જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉન સમયગાળા દરમિયાન મેળવી શકાય છે.