નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ બુધવારે કહ્યું કે, વંદે ભારત મિશનના બીજા તબક્કામાં 31 દેશોના 30,000 ભારતીયોને પરત ભારત લાવવામાં આવશે. આ માટે 16 મેથી 22 મે દરમિયાન 149 વિમાનનું સંચાલન કરવામાં આવશે.
એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના એરલાઇન્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે, USA,UE, કેનેડા, સાઉદી અરેબિયા, UK, મલેશિયા, ઓમાન, કઝાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, યુક્રેન, કતાર અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા ભારત લાવશે. જે માટે 149 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે.
અધિકારીઓએ કહ્યું કે, રાષ્ટ્રીય ઉડ્ડયન કંપની રશિયા, ફિલિપાઇન્સ, ફ્રાન્સ, સિંગાપોર, આયર્લેન્ડ, કિર્ગીસ્તાન, કુવૈત, જાપાન, જ્યોર્જિયા, જર્મની અને તાજિકિસ્તાન જેવા દેશોમાં ફસાયેલા લોકોને પરત કરવા માટે 16 મેથી 22 મે સુધી ફ્લાઇટ્સ શરૂ થશે.
ભારત મિશનના પ્રથમ તબક્કા હેઠળ એર ઇન્ડિયા અને તેની સહયોગી એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા 7થી 14 મેની વચ્ચે કુલ 64 ફ્લાઇટ્સનું સંચાલન થશે. આ અંતર્ગત, 12 દેશોના લગભગ 15 હજાર ભારતીયોને પાછા ભારત લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, બીજા તબક્કાની અંતર્ગત ફ્લાઇટ્સ બહેરીન, આર્મેનિયા, થાઇલેન્ડ, ઇટાલી, નેપાળ, બેલારુસ, નાઇજીરીયા અને બાંગ્લાદેશ જેવા દેશોમાંથી ભારીતય લોકોને પરત લાવવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત 149 સ્વદેશી ફ્લાઇટ્સમાંથી 31 ફ્લાઇટ્સ કેરળમાં, 22 દિલ્હીમાં, કર્ણાટકમાં 17, તેલંગણામાં 16, ગુજરાતમાં 14, રાજસ્થાનમાં 12, આંધ્રપ્રદેશમાં 9 અને પંજાબમાં 7 ફ્લાઇટ્સ ઉતારશે.
વંદે ભારત મિશનના બીજા તબક્કા દરમિયાન ફ્લાઇટ્સમાંથી 6 ફ્લાઇટનું લક્ષ્ય બિહાર અને ઉત્તર પ્રદેશ હશે. ત્રણ ફ્લાઇટ્સ ઓડિશામાં ઉતરશે, બે ચંદીગઢમાં ઉતરશે, એક-એક રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ઉતરશે.