ETV Bharat / bharat

રાંચીના બ્રજમારા ગામના લોકો ચોમાસામાં બહાર નીકળતા ડરે છે, જાણો શું છે કારણ... - બન્ના ગુપ્તા

ઝારખંડના રાંચીમાં એક એવું ગામ છે. જ્યાં ચોમાસા દરમિયાન ઘરની બહાર નીકળ્યા બાદ લોકો ધ્રૂજવા લાગે છે. તેનું કારણ છે વીજળી. કદાચ આ જ કારણ છે કે, જ્યારે લોકો અહીં વર્ષો પહેલા સ્થાયી થયા હતા, ત્યારે તેમને ગામનું નામ બ્રજમારા રાખ્યું હતું. સ્થાનિક ભાષામાં બ્રજમારા એટલે મારવાવાળી વીજળી. વર્ષ 2016-17માં બ્રજમારા ગામના 6 યુવાનો ફૂટબોલ રમતી વખતે વીજળીને કારણે મૃત્યુ પામ્યા હતા.

વજરમારા
વજરમારા
author img

By

Published : Jul 7, 2020, 10:48 PM IST

રાંચી: બ્રજમારા ગામ રાંચીથી 35 કિલોમીટર દૂર નમકુમ બ્લોકની લાલી પંચાયતનું ગામ છે. આ ગામ પર્વતો અને જંગલોથી ઘેરાયેલું છે. ગામલોકોનું કહેવું છે કે, વરસાદી માહોલમાં વાદળો ટકરાવાથી વીજળી પડે છે, ત્યારે ગામના લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે. ગામ લોકોએ ETV BHARATની ટીમને વીજળીના કારણે થયેલા નુકસાનનો કાટમાળ બતાવ્યો હતો.

રાંચીનું વજરમારા ગામ જ્યા લોકો ચોમાસામાં બહાર નિકળતા ડરે છે

ગુફાઓમાં છુપાઈ જાય છે લોકો

જ્યારે વરસાદ પડે છે, ત્યારે ગામની આસપાસના પર્વતો અને જંગલો ઘુમ્મસની ચાદરથી ઢંકાઈ જાય છે. જો ખેતરોમાં કામ કરતા સમયે આકાશમાં વાદળો છવાઈ જાય તો ગામલોકો નજીકની ટેકરીઓમાં આવેલી ગુફામાં છુપાઈ જાય છે. ETV BHARATની ટીમે ગુફાઓની તસવીરો ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વરસાદને કારણે ત્યાં પહોંચવું મુશ્કેલ હતું. ગામ લોકોએ જણાવ્યું કે, વરસાદની ઋતુમાં વીજળી પડવાના અનેક બનાવો બને છે. આ વીજળીનો અવાજ એટલો મોટો હોય છે કે, જાણે બોમ્બ ફૂટતા હોય તેવું લાગે છે.

સરકાર સર્વે કરશે

ETV BHARATની ટીમને ઝારખંડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાને આ સમગ્ર મામલે માહિતગાર કર્યા હતા. બન્ના ગુપ્તાએ જણાવ્યું કે, ઝારખંડનું ભૌગોલિક સ્થાન એવું છે, જેના કારણે આવા ઘણા વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ બને છે. તેમની સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરવાની કવાયત શરૂ કરી છે. જે બાદ લોકોને સમયસર રાહત મળી શકશે. બન્ના ગુપ્તાનએ ETV BHARATની ટીમને ખાતરી આપી હતી કે, તેઓ બ્રજમારા ગામના સર્વેક્ષણ માટે એક ટીમ પણ મોકલશે.

વજરમારા
ગામ લોકોએ ETV BHARATની ટીમને વીજળીના કારણે થયેલા નુકસાનનો કાટમાળ બતાવ્યો

માત્ર વળતરથી નહીં ચાલે કામ

ઝારખંડમાં વીજળી પડવાને કારણે સરેરાશ 50 લોકોના મોત થાય છે અને સેંકડો પશુઓ પણ મરે છે. વીજળી પડવાથી મૃત્યુ પામનારાના પીડિત પરિવારને 4 લાખ રૂપિયા વળતર મળે છે, પરંતુ એકલા વળતરથી કામ ચાલે તેમ નથી. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સમયસર જાગૃત કરવામાં આવે તે પણ જરૂરી છે. જેથી કોઈ પણ વીજળીનો શિકાર ન બને.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.