દેહરાદુનઃ ઉત્તરાખંડમાં કોરોના પેઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજના પત્ની અને પૂર્વ પ્રધાન અમૃતા રાવતનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
ઉત્તરાખંડમાં કોરોના પેઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજની પત્ની અને પુર્વ પ્રધાન અમૃતા રાવત પણ કોરોનાના સકંજામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે, પુર્વ પ્રધાન અમૃતા રાવતની તબિયત થોડા દિવસથી ખરાબ હતી. જેના પછી જિલ્લા પ્રશાસને દેહરાદુનમાં સતપાલ મહારાજના કાર્યાલય બહાર કોરંન્ટાઈનની નોટીસ લગાડવામાં આવી હતી.
અમૃતા રાવતે દેહરાદુનની એક ખાનગી લેબમાં તપાસ કરાવી હતી. જે દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજ અને તેમના અન્ય કર્મચારીઓમાં પણ કોરોનાનું જોખમ વધતું જોવા મળ્યુે. ત્યારે મળેલી માહિતી મુજબ, અમૃતા રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ મળ્યા પછી, સતપાલ મહારાજના પણ કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા.
અમૃતા રાવત કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યાના એક દિવસ પહેલા CM ત્રિવેન્દ્રની અધ્યક્ષતામાં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં સતપાલ મહારાજે ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં હવે બધા સતપાલ મહારાજના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.