• દુનિયાના બીજો કોઈ પણ દેશ કરતાં હવે ભારતમાં સૌથી વધુ એપ્સ ડાઉનલોડ થાય છે. 2019માં ભારતીય યુઝર્સે 19 અબજથી વધુ એપ્સ ડાઉનલોડ કરી, જે 2016 કરતાં 195% ગ્રોથ દર્શાવે છે. સરેરાશ ભારતીય સોશિયલ મીડિયા પાછળ અઠવાડિયે 17 કલાક ગાળે છે. ચીન અને અમેરિકા કરતાં પણ આ ઊંચું પ્રમાણ છે.
• ભારતના ઇન્ટરનેટ વાપરનારાને સોશિયલ મીડિયા પસંદ પડી ગયું છે. 2021માં અંદાજે 44.8 કરોડ સોશિયલ મીડિયા યુઝર્સ ભારતમાં થઈ જશે. 2019માં આ સંખ્યા 35.1 કરોડ હતી તેમાં આ રીતે ઘણો વધારો થશે. ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ફેસબૂક છે. ભારતમાં 2019માં ફેસબૂકના 27 કરોડ યુઝર્સ હતા. દુનિયામાં ફેસબૂક વાપરનારો આ સૌથી મોટો દેશ બન્યો છે. ઇન્ટરનેટ કનેક્શન સરળ બનવાના કારણે ભારતમાં સોશિયલ મીડિયામાં સક્રિય યુઝર્સની સંખ્યા 2019માં 33 કરોડની થઈ ગઈ હતી, જે 2022 સુધીમાં વધીને 44.8 કરોડ થશે.
• ભારતના 29 કરોડ સક્રિય સોશિયલ મીડિયા યુઝર્સ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. ભારતમાં તેની સરેરાશ ઉંમર 27.1 વર્ષની છે. યુવાનો અને નવી પેઢીના લોકો ભારતમાં સૌથી વધુ સોશિયલ મીડિયા વાપરે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ 52.3% યુવાનોમાં છે અને 28.4% નવી પેઢીના લોકો. 15.1% ટકા 35થી 44ની ઉંમરના હોય છે. ઇન્ટરનેટ ધરાવનારા 97% ભારતીયો ઓનલાઇન વીડિયો જુએ છે.
• ભારતમાં સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા ફેસબૂક અને યૂટ્યુબ છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ સૌથી લોકપ્રિય ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ છે, જ્યારે 2019માં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ ટીકટોક હતી.
• ભારતમાં વૉટ્સએપના પ્રવેશથી એપનો ઉપયોગ વધ્યો હતો. હાલના વર્ષોમાં ગ્રામીણ વિસ્તારમાં તેનું પ્રમાણ બમણું થઈ રહ્યું છે. આંકડાં અનુસાર મેસેજ માટેની આ સેવા શહેરી વિસ્તારો કરતાંય વધારે વ્યાપક છે. આ સિવાયની લોકપ્રિય એપ ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ છે.
• વીડિયો એપ ટિકટોક ભારતમાં બહુ જ લોકપ્રિય બની છે. એપ સ્ટોર અને ગૂગલ પ્લેમાં તેના ડાઉનલોડની સંખ્યા 1.5 અબજની થઈ છે. તેમાંથી સૌથી વધુ ભારતમાં 46.68 કરોડ થઈ છે, જે 31% હિસ્સો છે.
• સોશિયલ મીડિયા પાછળનો સમય પણ વધી ગયો છે. ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પાછળ વપરાતો સમય 60% વધી ગયો છે.
• ડેટા ઇન્ટેલિજન્સ કંપની કાલાગાતોના જણાવ્યા અનુસાર 5 ફેબ્રુઆરીથી 29 માર્ચ, 2020 સુધીમાં ફેસબૂક અને ઇન્સ્ટાગ્રા પાછળનો સમય 62% વધ્યો, જ્યારે ટિકટોકમાં 44%નો વધાર થયો. લિન્ક્ડિનમાં 27% અને ટ્વીટર પાછળના સમયમાં 34% ટકાનો વધારો થયો હતો.
• આ રિપોર્ટ અનુસાર લૉકડાઉન પહેલાં પાંચ ફેબ્રુઆરીએ યુઝર્સ સરેરાશ 41.4 મીનિટ ફેસબૂક પાછળ આપતા હતા. લૉકડાઉન પછી 29 માર્ચથી લોકો 66.9 મીનિટ તેની પાછળ ગાળતા થયા હતા. આ જ તારીખોમાં ટિકટોક પાછળનો સમય 39.5 મીનિટથી વધીને 56.9 મીનિટ થયો, જ્યારે ઇન્સ્ટાગ્રામ પાછળનો સમય 21.8 મીનિટથી વધીને 35.4 મીનિટ થયો.